November 22, 2024

અમદાવાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર, ઘરફોડ ચોરીના કેસમાં હતો ફરાર

Ahmedabad: છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં ક્રાઇની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવે અમદાવાદ પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થયાની ઘટના સામે આવી છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તમને જણાવી દઈએ કે, ચોરીના ગુનામાં આરોપી હીતેશ ઉર્ફે રોકી વાઘેલા પકડાયો હતો. જોકે, આરોપીને ઝડપી પાડવા ફરીથી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: બનાસકાંઠાના દાંતામાંથી ત્રણ બોગસ ડોકટરો ઝડપાયા, પોલીસે દવાઓ સહિત ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કર્યો 

મળતી માહિતી અનુસાર હીતેશ ઉર્ફે રોકી વાઘેલા ચેન સ્નેચિંગના ગુનાનો આરોપી હતો. રાણીપમાં ઘરફોડ ચોરી કરી હતી. જેમાં રાણીપમાં આરોપીની ધરપકડ થઈ હતી અને કાગડાપીઠ પોલીસને સોપ્યો હતો. જોકે, આરોપી પોલીસ સ્ટેશનમાંથી ભાગી જતા PSO વિરૂદ્ધ બેદરકારી દાખવવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આરોપીઓને રાખવા માટે કસ્ટડી પણ નથી. હાલ આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.