દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, 6 સફાઈ કર્મચારીઓ મોત

Accident News: અકસ્માતના કારણે મોત થવાના આંકડામાં વધારો થઈ રહ્યો છે. આવો જ ફરી બનાવ બન્યો છે. જેમાં ફિરોઝપુર ઝીરકા પોલીસ સ્ટેશનની હદ હેઠળ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ઇબ્રાહિમબાસ ગામ નજીક એક ઝડપી પિક-અપ વાહને સફાઈ કામદારોને ટક્કર મારી હતી. જેમાં 6 સફાઈ કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. 5 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: યશસ્વી જયસ્વાલે બનાવી દીધો ખાસ રેકોર્ડ, કોહલી રોહિત પણ થયા નિષ્ફળ

ઘટનાસ્થળે જ મોત થયા
આ બનાવ આજે સવાલે 10 વાગ્યાની આસપાસ બન્યો હતો. 10 સફાઈ કર્મચારીઓ એક્સપ્રેસ વે પર સફાઈ કામ કરી રહ્યા હતા. ટક્કર એટલી ગંભીર હતી કે છ કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘાયલ પાંચ કર્મચારીઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમની હાલત પણ ગંભીર જોવા મળી રહી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બધા ચોંકી ગયા હતા.