અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન સર્જાઈ દુર્ઘટના, 2 લોકોને સામાન્ય ઈજા

Ahmedabad: અમદાવાદનાં વટવા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દુર્ઘટના થઈ હતી. વટવા પાસે ચાલી રહેલી કામગીરી દરમ્યાન ઘટના બનવા પામી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિશાળ ક્રેન તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં 2 લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. દુર્ઘટનાનાં સમાચાર મળતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના સ્થળ નજીકથી પસાર થતી રેલવેની હાઈ ટેન્શન લાઈન બંધ કરવામાં આવી છે. ત્યારે ટ્રેનની અપ લાઇન ચાલુ છે અને ડાઉન લાઇન બંધ છે. જોકે, એક ટ્રેન કેન્સલ અને બીજી બંને ટ્રેન રિશિડ્યૂલ કરવામાં આવી છે. વડોદરા અને કાંકરિયાથી ART ટીમ ત્યાં પહોંચી હતી. નોંધનીય છે કે, ટ્રેન નંબર 09410 એકતા નગર – અમદાવાદ હેરિટેજ સ્પે.ટ્રેન કણજરી બોરિયાવમાં ટર્મિનેટ કરાઈ છે. કણજરી બોરીયાવી ટ્રેન રદ કરવામાં આવશે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, સર્ચ ઓપરેશન ચાલુ