વડોદરાના ગોપાલપુરા ગામ નજીક બોલેરો અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, 3નાં મોત

વડોદરા: ગોપાલપુરા ગામ નજીક બોલેરો અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ દુર્ઘટનામાં બાઇક સવાર 3 વ્યક્તિના મોત થયા છે. મિત્રના લગ્ન અર્થે કવાંટ 3 મિત્રો ગયા હતા. જેમાં ત્રણ પૈકી એક વ્યક્તિ પોલીસકર્મી હોવાનું બહાર આવ્યું છે. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી ફરજ બજાવતો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.