લીંબડી- અમદાવાદ હાઈવે પર ટ્રાવેલ્સ-ડમ્પર વચ્ચે અકસ્માત, 10થી વધુ વિદ્યાર્થી અને 2 શિક્ષકો ઘાયલ

Surendranagar: સુરેન્દ્રનગરના લીંબડી- અમદાવાદ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. ચોરણીયા નજીક સર્જાયેલ અકસ્માતમાં 10થી વધુ વિદ્યાર્થી અને 2 શિક્ષકોને ઈજા પહોંચી છે. લીંમડીથી દ્વારકા જતા પ્રાથમિક શાળાના બાળકો જતા હતા અને પ્રવાસ જતાં સમયે અકસ્માત નડ્યો હતો.
મળતી માહિતી અનુસાર ચોરણીયા નજીક ગેરકાયદેસર ડીવાઈડરને લઈને અવારનવાર અકસ્માત સર્જાવવાની ઘટના સામે આવે છે. ત્યારે લીંમડીથી દ્વારકા જતા પ્રાથમિક શાળાના પ્રવાસને અકસ્માત નડ્યો હતો. ટ્રાવેલ્સમાં 57 જેટલા બાળકો સવાર હતા. 10થી વધુ ઇજાગ્રસ્તો બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે, હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: શિવરાજ સિંહ ચૌહાણની ફરિયાદ પર એર ઈન્ડિયાએ માગી માફી, મંત્રાલયે એરલાઈન્સને આપી સૂચના