ACBએ ખેરાલુ પુરવઠા નાયબ મામલતદારને 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા

મહેસાણા: ખેરાલુ મામલતદાર કચેરી ખાતે પુરવઠા શાખામાં સસ્તા અનાજના પરવાનેદાર વેપારીઓને જુદા-જુદા બહાના હેઠળ હેરાન કરી માસીક રૂ.1,000થી રૂ.5,000ની રકમ આ વેપારીઓ પાસેથી લાંચ પેટે હપ્તો લેવામાં આવે છે અને જો લાંચ પેટે હપ્તો ના આપે તો બિનજરૂરી નોટીસો કાઢી હેરાન કરતા હોવાની ચોક્કસ બાતમી હકીકત મળી હતી.

જે આધારે ડિકોયરનો સાથ સહકાર મેળવી ડિકોયરને સાથે રાખી બાતમી હકીકત સત્યતા ચકાસતા ખેરાલુ મામલતદાર કચેરીમા આરોપીએ ડીકોયરને હેરાન ન કરવા લાંચ અંગેની હેતુલક્ષી વાતચીત કરી બે માસના હપ્તા પેટે રૂ.10,000ની લાંચની માગણી કરી રૂ.10,000 સ્વીકારી લાંચના ડિકોય છટકા દરમ્યાન પકડાઈ ગયા હતા.