ACBએ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને 25,000ની લાંચ લેતા ઝડપ્યો

બનાસકાંઠા: પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે. કોન્સ્ટેબલ અરવિંદ દેસાઈને ACBએ 25,000ની લાંચ લેતા રંગેહાથે ઝડપ્યો હતો. ગેરકાયદેસર દબાણો તોડવાની કામગીરી ન હોવા છતાં મકાનો તોડવા અંગેની કાર્યવાહીના નામે રૂપિયા માંગ્યા હતા.

પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અરવિંદ દેસાઈએ મકાનો તોડવા અંગેની કાર્યવાહી થશે તેમ કહીને 25,000 માંગ્યા હતા. મકાનો ન તોડવા હોય અને પોઝિટિવ રિપોર્ટ કરવો હોય તો 25,000ની લાંચ માગી હતી. પાલનપુર એસીબી અધિકારીએ આદર્શ હાઇસ્કૂલ રોડ પરથી રંગે હાથે લાંચ લેતા ઝડપ્યો હતો.