January 13, 2025

ભારતીય ક્રિકેટરે સાથે એરપોર્ટ પર થયું ગેરવર્તન, એરલાઈન્સની કરી ટીકા

Abhishek Sharma: ભારતીય ટીમના યુવા ક્રિકેટર અભિષેક શર્માએ સોમવારે ઈન્ડિગો એરલાઈન્સની ટીકા કરી છે. તેમની સાથે ગેરવર્તન થયું હોવાનો આરોપ લગાવ્યો છે. કોઈપણ કારણ વગર કાઉન્ટર્સની વચ્ચે મોકલવામાં આવ્યો, જેના કારણે તે તેની ફ્લાઈટ ચૂકી ગયો હતો.

આ પણ વાંચો:અમરેલી લેટરકાંડમાં નિર્લિપ્ત રાયની એન્ટ્રી, સમગ્ર તપાસ SMC કરશે

ઈન્સ્ટાગ્રામ કહી આ વાત
અભિષેક શર્માએ આજે ઈન્ડિગો એરલાઈન્સની ટીકા કરી હતી. કહ્યું કે સમયસર પહોંચવા છતાં ફ્લાઇટ મળી નહીં અને રજાનો એક દિવસ વેડફાય ગયો છે. ઈન્સ્ટાગ્રામ પર એરલાઈન્સની ટીકા કરતા અભિષેકે કહ્યું કે હું સમયસર યોગ્ય કાઉન્ટર પર પહોંચ્યો, પરંતુ તેઓએ મને બિનજરૂરી રીતે બીજા કાઉન્ટર પર મોકલી દીધો. પાછળથી મને કહેવામાં આવ્યું કે ચેક-ઇન બંધ છે, જેના કારણે હું મારી ફ્લાઇટ ચૂકી ગયો હતો. મારી પાસે ઓનલી એક જ રજા હતી. જે બરબાદ થઈ ગઈ છે. આ મને અત્યાર સુધીનો સૌથી ખરાબ અનૂભવ થયો છે.