ટીમ ઈન્ડિયામાંથી રજા મળ્યા બાદ અભિષેક નાયર હવે KKR માટે સહાયક કોચની ભૂમિકા ભજવશે

Abhishek Nayar: થોડા દિવસો પહેલા BCCI એ અભિષેક નાયરને ટીમ ઈન્ડિયાના સહાયક કોચ પદ પરથી દૂર કરવાનો નિર્ણય લીધો હતો આ પછી હવે નાયર આઈપીએલમાં બાકી રહેલી મેચ માટે કેકેઆરમાં જોડાયા છે.

આ પણ વાંચો: VS General Hospitalના 9 ડોક્ટરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા

નાયર KKR માટે સહાયક કોચની ભૂમિકા ભજવશે
કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે ટ્વીટમાં આ વિશે માહિતી આપવામાં આવી છે. અભિષેક નાયર સહાયક કોચની ભૂમિકા ભજવતા જોવા મળશે. KKRએ જે પોસ્ટ કરી છે તેમાં અભિષેક નાયર જર્સીમાં જોવા મળી રહ્યા છે. ટીમ ઈન્ડિયામાં જોડાતા પહેલા પણ અભિષેક નાયર KKR સાથે હતા જેમાં તેઓ ગયા સીઝન સુધી બેટિંગ કોચની જવાબદારી નિભાવતા હતા. KKR ની વાત કરવામાં આવે તો ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.