November 25, 2024

લોરેન્સ બિશ્નોઈ ગેંગે અભિનવ અરોરાને મારી નાંખવાની ધમકી આપી હોવાનો દાવો

Abhinav Arora Lawrence Bishnoi: છેલ્લા 2 દિવસથી અભિનવ અરોરા ચર્ચામાં આવ્યો છે. હવે તેના પરિવારનો દાવો છે કે અભિનવ અરોરાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વિશે તેના પરિવારનું કહેવું છે કે અભિનવે આવું કંઈ કર્યું નથી, જેના કારણે તેમને આ બધું સહન કરવું પડે છે.

અભિનવની માતાએ દાવો કર્યો
એક મીડિયા સાથેની વાતમાં અભિનવ અરોરાની માતા જ્યોતિ અરોરાએ કહ્યું કે, ભક્તિ સિવાય અભિનવે એવું કંઈ કર્યું નથી જેને તેણે આટલું સહન કરવું પડે. સોશિયલ મીડિયા દ્વારા અમારા મુદ્દાને આગળ વધારે ખેંચવામાં આવી રહ્યો છે. તેણે વધુમાં કહ્યું કે, “આજે અમને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી એક ફોન આવ્યો હતો, જેમાં અમને ધમકી આપવામાં આવી હતી કે અભિનવને મારી નાખવામાં આવશે. આજે પણ અમને તે જ નંબર પરથી ફોન આવ્યો હતો. સંદેશ કે તે અભિનવને મારી નાખશે.

આ પણ વાંચો: ઓડિશામાં વાવાઝોડા ‘દાના’ની સાથે સાપે તબાહી મચાવી, 28 લોકો હોસ્પિટલમાં દાખલ

અભિનવને લઈને કેમ શરૂ થયો વિવાદ?
તમને જણાવી દઈએ કે જગદગુરુ રામભદ્રાચાર્યનો આવો જ એક વીડિયો વાયરલ થયો હતો. તે વીડિયોમાં તે બાળ સંત અભિનવ અરોરાને સ્ટેજ પરથી નીચે લાવવાની વાત કરતા જોવા મળે છે. ખરેખમાં થયું એવું કે અભિનવ અરોરા જગદગુરુ રામભદ્રાચાર્યના આશીર્વાદ લેવા માટે મંચ પર આવ્યા હતા અને તેમણે ભગવાન રામના નામના નારા પણ લગાવ્યા હતા. આ પછી જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું, તેમને સ્ટેજ પરથી નીચે ઉતારો, મારી મર્યાદા છે.