November 24, 2024

Lok Sabha Election: AAPએ દિલ્હીમાં ગઠબંધન માટે કોંગ્રેસને આપી નવી ફોર્મ્યુલા

AAP Congress Seat Sharing: એક તરફ આમ આદમી પાર્ટી (AAP) પંજાબમાં પોતાના દમ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે, તો બીજી બાજુ દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધનની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. જો કે હજુ સુધી તેની આ મુદ્દે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. માહિતી અનુસાર આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં 4-3ની ફોર્મ્યુલા આપી છે. જેમાં આમ આદમી પાર્ટી 4 સીટો પર અને કોંગ્રેસ 3 સીટો પર ચૂંટણી લડશે. જો કે કોંગ્રેસ 4 સીટો માંગી રહી છે. મળતી માહિતી મુજબ ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે, પરંતુ કોંગ્રેસની એક સીટની માંગને કારણે હજુ સુધી તેની જાહેરાત થઈ નથી.

ફોર્મ્યુલા અંગેનો તર્ક શું છે?
આમ આદમી પાર્ટી દ્વારા 4-3 ફોર્મ્યુલાને લઈને એવો દાવો કરવામાં આવ્યો છે કે કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં એકપણ સીટ મળી નથી. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ એવી પણ દલીલ છે કે MCD ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન પણ નબળું રહ્યું છે. દિલ્હી લોકસભાની સાત સીટો પર હાલમાં ભાજપનો કબજો છે. 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ અને AAP બંને જીતી શક્યા ન હતા.

2019ના પરિણામો શું કહે છે?
2019ની લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો ગત્ત ચૂંટણીમાં કોંગ્રેસને 23 ટકા વોટ શેર મળ્યા હતા, જ્યારે AAPને 18 ટકા વોટ શેર મળ્યા હતા. જોકે આ ચૂંટણીમાં કોંગ્રેસ 5 સીટો પર બીજી નંબરની પાર્ટી બની હતી, જ્યારે આમ આદમી પાર્ટીએ 2 સીટો પર બીજા નંબરે હતી.

https://twitter.com/Politics_2022_/status/1760551688715600058

કોંગ્રેસ-આપ કઈ સીટો પર ચૂંટણી લડી શકે છે?

AAP આ સીટો પર ચૂંટણી લડી શકે છે

  • નવી દિલ્હી, નોર્થ વેસ્ટ દિલ્હી, વેસ્ટ દિલ્હી, સાઉથ દિલ્હી

હાલ ત્રણ બેઠકો પર કોંગ્રેસ જીતી શકે છે

  • પૂર્વ દિલ્હી,  ઉત્તર પૂર્વ દિલ્હી, ચાંદની ચોક

ઈન્ડિયા બ્લોક સતત આંચકાનો સામનો કરે છે
ઉલ્લેખનીય ઠછે કે છેલ્લા કેટલાક દિવસોમાં INDIA ગઠબંધનને ત્રણ મોટા ઝટકા લાગ્યા છે. સૌથી પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે TMC લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે. ત્યારબાદ બિહારના નીતિશ કુમાર પણ ઈન્ડિયા અલાયન્સમાં સામેલ થઈને ફરી NDAમાં સામેલ થઈ ગયા હતા અને યુપીમાં આરએલડી પણ એનડીએમાં સામેલ થઈ ગઈ છે.