December 13, 2024

કચ્છમાં નકલી EDના કારસ્તાનમાં AAPનું કનેક્શન, નકલી ED ટીમનો કેપ્ટન ગુજરાતનો AAPનો નેતા હોવાનો ખુલાસો

ગાંધીનગર: અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે. ગુજરાતમાં પાર્ટીના એક નેતાએ નકલી ED ટીમ બનાવી અને તેનો કેપ્ટન બની લોકોને લૂંટ્યા! કેજરીવાલ઼ના શિષ્યોના કુકર્મોનો પુરાવો સામે આવ્યો છે. કચ્છમાં પકડાયેલ નકલી ED ટીમ કેપ્ટન ગુજરાતનો આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું બહાર આવ્યું છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષના ટ્વીટ મુજબ આ નકલી ઈડી ટીમનો કેપ્ટન અબ્દુલસતાર ઈશાક માંજોઠી હતો. તેમને x પ્લેટફોર્મ પર લખ્યું કે, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે. ગુજરાતમાં પાર્ટીના એક નેતાએ નકલી ED ટીમ બનાવી અને તેનો કેપ્ટન બની લોકોને લૂંટ્યા! કચ્છમાં પકડાયેલ નકલી ED ટીમ કમાન્ડર ગુજરાતનો આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું બહાર આવ્યું છે. આ છે કેજરીવાલના શિષ્યોના કુકર્મોનો ખરો પુરાવો!

નકલી ED અધિકારી 

  • ભરતભાઈ શાંતીલાલ મોરવાડીયા
  • દેવાયત વીસુભાઈ
  • અબ્દુલસતાર ઈશાક માંજોઠી
  • હિતેષ ચત્રભુજ
  • વિનોદ ૨મેશ
  • ઈયુઝીન અગસ્ટીન ડેવીડ
  • આશિષ રાજેશભાઈ, અમદાવાદ
  • ચન્દ્રરાજ મોહનભાઈ , ચાંદખેડા, અમદાવાદ
  • અજય જગન્નાથ દુબે, સાબરમતી અમદાવાદ
  • અમિત કિશોરભાઈ મહેતા, ચાંદખેડા,અમદાવાદ
  • નિશા અમિત મહેતા ચાંદખેડા,અમદાવાદ
  • શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઈ, અમદાવાદ

ફરાર આરોપીનું નામ : વિપીન શર્મા, અમદાવાદ

15 દિવસ પહેલા ચાની હોટલ પર ઈડીના અધિકારી બની ખોટી રેડ પાડવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો, પરંતુ આયોજન મુજબ ન થતાં અને અમદાવાદથી આવેલા સાગરિતો દ્વારા દગો કરવામાં આવતા પ્લાન ફેલ થયો હતો. પૂર્વ કચ્છ પોલીસે નકલી ઈડીના અધિકારી બનેલા 13 પૈકીના 12 લોકોને ઝડપી 22 લાખના દાગીના અને ગુનામાં વપરાયેલી 3 કાર સહિત 45 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.