દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા AAPને મોટો ઝટકો, કુલ 7 ધારાસભ્યોએ પાર્ટી છોડી

Delhi Assembly Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના 7 ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે. આમ આદમી પાર્ટીને આ મોટો ફટકો એવા સમયે પડ્યો છે જ્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન માટે માત્ર 5 દિવસ બાકી છે. દિલ્હી વિધાનસભાની તમામ 70 બેઠકો માટે મતદાન 5 ફેબ્રુઆરીએ થશે જ્યારે મતગણતરી 8 ફેબ્રુઆરીએ થશે.
અત્યાર સુધીમાં આ 7 ધારાસભ્યો પાર્ટી છોડી ચૂક્યા છે
- ભાવના ગૌર, પાલમ
- નરેશ યાદવ, મહરૌલી
- રાજેશ ઋષિ, જનકપુરી
- મદન લાલ, કસ્તુરબા નગર
- રોહિત મેહરૌલિયા, ત્રિલોકપુરી
- બી એસ જૂન, બિજવાસન
- પવન શર્મા, આદર્શ નગર
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા આ ધારાસભ્યોનું કહેવું છે કે પાર્ટી તેની પ્રામાણિકતાની વિચારધારાથી સંપૂર્ણપણે ભટકી ગઈ છે. ભ્રષ્ટાચાર નાબૂદીના પાયા પર સ્થપાયેલી પાર્ટી પોતે જ ભ્રષ્ટાચારના દલદલમાં ડૂબી રહી છે.