યુવકને વિદેશ જવાની ઘેલછા પડી મોંઘી, 95 લાખ રૂપિયા ગુમાવ્યા પડ્યા

Surat News: વિદેશ જવાના નામે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થતી હોવાના કિસ્સા સુરતમાં અવારનવાર સામે આવે છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એક યુવકને વિદેશ જવું હોવાના કારણે તેને 95 લાખ રૂપિયા ગુમાવ્યા પડ્યા. આ ઘટનાને લઈને વિઝાના નામે યુવક સાથે છેતરપિંડી કરનાર આરોપીની સરથાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

યુવકના વિઝા થયા ન હતા
સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એક યુવકને વિદેશ જેવું હોવાના કારણે તેને વિઝા માટે નિર્મલ વસોયા અને કપિલ વસોયા નામના યુવકનો સંપર્ક કર્યો હતો. આ બંનેએ યુવક પાસેથી વિઝાના બહાને 95 લાખ રૂપિયા પડાવી લીધા હતા. 95 લાખ રૂપિયા પડાવ્યા બાદ પણ યુવકના વિઝા થયા ન હતા. તેથી યુવક દ્વારા નિર્મલ અને કપિલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે આ બંને પાસે પૈસા ન હોવાના કારણે બંને પોતાના ફ્લેટનો બાનાખત યુવકને કરી આપ્યો હતો. જોકે યુવકને ખબર પડી હતી કે જે ફ્લેટનો બનાખત કરવામાં આવ્યું છે. તે ફ્લેટ આ બંને ઈસમો દ્વારા પાંચ વર્ષ અગાઉ વેચી દેવામાં આવ્યો છે. ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે યુવકે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: મેચની વચ્ચે હાર્દિક પંડ્યાનું બેટ કેમ ચેક કરવામાં આવ્યું?

અલગ અલગ ટીમ બનાવવામાં આવી
પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ ઘટનાનો માસ્ટરમાઈન્ડ અને મુખ્ય આરોપી મુકેશ મેંદપરા છે. ક્યારે બાતમીના આધારે સુરતની સરથાણા પોલીસ દ્વારા મુકેશ મેંદપરાની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી હતી અને કપિલ તેમજ નિર્મલ વસોયાને પકડવા માટે અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવે છે. મુકેશની ધરપકડ બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, મુકેશ અને તેની ટોળકી અવારનવાર આ પ્રકારની છેતરપિંડીની ઘટનાને જેમ આપે છે. મુકેશ અને તેની ટોળકી સામે ડુમસ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં બે ફરિયાદ થઈ હતી અને અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો દાખલ થયો છે.

અભિપ્રાય મૂકવામાં આવ્યો
સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI એન બી ભરવાડની ટીમ અમદાવાદ પહોંચી હતી અને અમદાવાદથી મુકેશ મેંદપરાની ધરપકડ કરી હતી. મુકેશ મેંદપરા જમીન દલાલીનું કામ કરે છે અને સરથાણા જકાતનાકા વીટી સર્કલ પાસે આવેલ મેરી ગોલ્ડ ક્રિષ્ટામાં રહે છે. આરોપીની ધરપકડ કર્યા બાદ તેને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટમાં સંગઠિત ક્રાઇમ કલમ 111 ( 3 ) અને ( 4 )ની કલમોનો ઉમેરો કરવા અભિપ્રાય મૂકવામાં આવ્યો હતો. જો કે કોર્ટ દ્વારા અભિપ્રાય મંજુર કરવામાં આવ્યો હતો. તેથી આરોપી સામે સંગઠિત પ્રેમની કલમ 111 ( 3 ) અને ( 4 ) ની કલમો દાખલ કરવામાં આવી છે અને કોર્ટમાંથી આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીની વધુ પૂછપરછ સરથાણા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત અન્ય બે આરોપી કપિલ અને નિર્મલ વસોયાની ધરપકડ કરવા માટે પોલીસે અલગ અલગ ટીમો પણ બનાવી છે.