February 24, 2025

ડીસામાં રાજમંદિર સર્કલ પાસે ટ્રકે મહિલાને અડફેટે લેતા મોત

રતનસિંહ ઠાકોર, ડીસા: ડીસામાં રાજમંદિર સર્કલ પાસે અકસ્માત સર્જાયો છે. સર્વિસ રોડ ઉપરથી સોસાયટી તરફ જતી ટ્રકે મહિલાને અડફેટે લેતા મહિલાનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં શારદાબેન અમરતભાઈ લુહારનું મોત નીપજ્યું હતું.

અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર થયો હતો. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ઘટનાની જાણ ડીસા દક્ષિણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.