પાન-ગુટખાના ડાઘ સાફ કરવા મહેનત કરતી મહિલાનો વીડિયો વાયરલ
અમદાવાદ: પાન અને ગુટખા ખાનારા લોકો કંઈ પણ સમજ્યા વગર ગમે ત્યાં થૂંકતા હોય છે. ઘણી સરકારી સંપતિને આ પાન-ગુટખાના કારણે ઘણું નુકસાન થાય છે. જે જોવામાં પણ ખુબ જ ખરાબ દેખાય છે. રેલવે દર વર્ષે પાન ગુટખાની પીકને સાફ કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક મહિલા પાન-ગુટખાના ડાઘાને દુર કરવા ખુબ જ મહેનત કરી રહી છે. આ વીડિયો ASI અધિકારી અવનીશ શરણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.
कृपया आंटी के संदेश को ‘सही लोगों’ तक पहुँचायें. pic.twitter.com/0yJ07hP9ve
— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) March 27, 2024
આ વીડિયો રેલવે સ્ટેશન પર કામ કરી રહેલા સેનિટેશન વર્કરનો છે. મહિલા સફાઈ કામદારો થાંભલા પરની પાન-ગુટખાની પીકના ડાઘ દૂર કરવા માટે મહેનત કરી રહી છે. સરકારો અને સ્થાનિક સંસ્થાઓ જાહેર મિલકતોને સ્વચ્છ રાખવા માટે ગમે તેટલા પ્રયત્નો કરે, પરંતુ લોકોની બેદરકારી અને બેજવાબદારીના કારણે આવી સમસ્યાઓ દરરોજ જોવા મળે છે.
આ વીડિયોમાં મહિલા પોતાની સમસ્યા વ્યક્ત કરતી જોવા મળી રહી છે. મહિલાની ઘણા પ્રયત્નો છતાં પણ પાન-ગુટખાના પીકના ડાઘ દૂર થઈ રહ્યા નથી. મહિલાએ ચિંતા વ્યક્ત કહ્યું કે, લોકોને જાહેર સ્થળોએ ન થૂંકવા માટે કેટલી વાર કહેવામાં આવ્યું છે, પરંતુ લોકોમાં કોઈ ફેરફાર થયો નથી. આ ગંદકીને દુર કરવા માટે ખુબ જ મહેનત કરવી પડે છે. તેમ છતાં પણ આ ડાઘા જતા નથી.
આ પણ વાંચો: પૂર્વ IPS સંજીવ ભટ્ટને પાલનપુર એડિશનલ એન્ડ સેશન કોર્ટે ફટકારી 20 વર્ષની સજા
વિડિયો જોનારા ઘણા લોકોએ સફાઈ કામદારોનો આભાર માન્યો અને લોકોમાં કોઈ બદલાવ ન આવ્યો હોવાનું દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયા યુઝર્સે આશા વ્યક્ત કરી કે આવા વીડિયો જોયા બાદ તેઓ લોકોમાં બદલાવ આવશે. તો કેટલાક લોકોએ કહ્યું કે, ગુટખા અને તમાકુ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જો કે દિલ્હી હાઈકોર્ટ પહેલા જ આ દિશામાં મહત્વપૂર્ણ નિર્દેશો જારી કરી ચૂકી છે. હાઈકોર્ટે ગયા વર્ષે ચુકાદો આપ્યો હતો કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં તમાકુ, પાન મસાલા અને ગુટખા ઉત્પાદનોનો સંગ્રહ, વિતરણ અને વેચાણ કરી શકાશે નથી.