July 1, 2024

MPમાં લગ્નના મહેમાનોથી ભરેલી ટ્રેક્ટરની ટ્રોલી પલટી, 13નાં મોત

Madhya Pradesh: રોડ અકસ્માતના કારણે લોકોના મોત થવાના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. ફરી એક વખત મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં રવિવારે મોડી સાંજે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં 13 લોકોના મોત અને 40 ઘાયલ થયા છે. રાજસ્થાનના મોતીપુરા ગ્રામ્ય વિસ્તારમાં ટ્રેક્ટર ટ્રોલીમાં નીકળેલા લગ્નના સરઘસ રાજગઢ જિલ્લાના કુલમપુરા ગામમાં આવી રહી હતી. લગ્નના સરઘસvr ટ્રેક્ટરની ટ્રોલી પલટી જતાં અકસ્માત સર્જાયો હોવાની વિગતો મળી રહી છે.

એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા
મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં રવિવારે મોડી સાંજે અકસ્માત થયો હતો. જે ઘાયલો છે તેમની સારવાર ચાલી રહી છે. કલેક્ટર અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત કુલ 13 લોકોના મોત થયા છે. હાલ 2ની હાલત ગંભીર છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. આ બનાવ બનતાની સાથે સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને તેમની સારવાર મળી શકે છે.

આ પણ વાંચો: Gujaratમાં છેલ્લા 6 વર્ષમાં 13 મોટી દુર્ઘટના, જવાબદાર કોણ?

40 લોકો ઘાયલ
રાજગઢના કલેક્ટરે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે લોકો ટ્રેક્ટર-ટ્રોલીમાં લગ્નમાંથી આવી રહ્યા હતા. બોર્ડર પાસે ટ્રેક્ટર પલટી ગયું છે. અત્યાર 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. કલેક્ટરે વધુમાં કહ્યું કે પ્રાથમિક સારવાર આપીને ભોપાલ રિફર કરવામાં આવ્યા હતા. ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. હાલ ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે અને તંત્ર તરફથી બંને તેટલી મદદ કરવામાં આવી રહી છે.