જમ્મુના રિયાસીમાં મુસાફરોથી ભરેલો ટેમ્પો ખીણમાં ખાબક્યો, 4ના મોત; 8 ઈજાગ્રસ્ત

Jammu kashmir: જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના મહૌરમાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો જેમાં ચાર લોકોના મોત થયા આઠ અન્ય ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, સવારે એક ટેમ્પો જમ્મુથી ચાસણા તરફ જઈ રહ્યો હતો. જે મહોરના ગંજોટ વિસ્તારમાં ઊંડી ખીણમાં પડી ગયો. આ અકસ્માતમાં ટેમ્પોમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
હાલમાં, સંપૂર્ણ માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. અકસ્માતના કારણો શોધવામાં આવી રહ્યા છે અને રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં પણ શોકની લાગણી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ટેમ્પો વાહન ઊંડી ખીણમાં પડી ગયું, એવું માનવામાં આવે છે કે ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ભારતીય સેનાનું સર્ચ ઓપરેશન, આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા