January 5, 2025

સાપુતારા ઘાટમાં સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી

ફાઇલ ફોટો

સાપુતારા: સાપુતારા ઘાટમાં સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી હતી. સાપુતારા પોલીસ અને 108 ની ટિમ ઘટના સ્થળે પહોંચી બચાવ કાર્ય શરૂ કરી દીધુ છે. માહિતી અનુસાર લક્ઝરી બસમાં 70 જેટલાં પ્રવાસી ઓ હોવાનું જાણવા મળ્યું છે.

ફાઇલ ફોટો

હાલ માહિતી અનુસાર, બે લોકોનાં મોતની હાલ આશંકા છે. તંત્ર દ્વારા ઘાયલોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ હાથ ઘરાઈ છે. સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રિય ધોરીમાર્ગ પર અક્સ્માત સર્જાયો હતો. જેમાં પ્રવાસે આવેલા લોકોની લકઝરી બસ ઘાટ નીચે ખાબકી ગઈ હતી. જેથી ઘણા લોકો લકઝરી નીચે દબાયા છે.