જામનગર: કાલાવડ રોડ પર સુવરડા ગામની સીમમાં જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશ

Jaguar fighter Aaircraft: ગુજરાતના જામનગરમાં એક ફાઇટર પ્લેન ક્રેશ થતાં અફડાતફરી મચી ગઈ. માહિતી અનુસાર, આ ઘટના સુવરડા ગામની બહાર બની હતી, પ્લેન ક્રેશ થતાં પ્લેના ટૂકડા થઈ ગયા હતા અને દુર્ઘટનાને પગલે દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ અંગે મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 1નું મોત થયું છે. જ્યારે 1ને સારવાર હેઠળ છે.
#Jamnagar : કાલાવડ રોડ પર સુવરડા ગામની સીમમાં જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશ.
ઘટનાને લઈ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે આપી માહિતી.#PlaneCrash | #JaguarPlane | #Pilot | @CollectorJamngr
Anchor : @heem_khatri pic.twitter.com/QnzaulvxrZ
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) April 2, 2025
વીડિયોમાં જોઇ શકાય છે કે, પાયલટ જમીન પર ઘાયલ હાલતમાં છે અને તેની આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. ઉપરાંત, વિમાનના ટુકડા ચારે બાજુ વિખેરાયેલા છે અને આગ લાગી છે.
#Jamnagar : કાલાવડ રોડ પર સુવરડા ગામની સીમમાં જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશ.
ઘટનાને લઈ જામનગર SP પ્રેમસુખ ડેલુએ આપી માહિતી.#PlaneCrash | #JaguarPlane | #Pilot | @SP_Jamnagar
Anchor : @heem_khatri pic.twitter.com/Un5WuXCVim
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) April 2, 2025
ઘટનાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પાયલટને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. હાલ તંત્ર પણ તાત્કાલિક સ્થળ પણ દોડી આવ્યું છે. આસપાસના વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. SP, કલેક્ટર સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડતો થયો છે. સાથે ફાયર વિભાગની ટીમ પણ રવાના થઈ ગઈ છે. વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ક્રેશના કારણોની તપાસ શરૂ કરી હતી.