November 25, 2024

ગુજરાતમાં ઉદ્યોગપતિઓનો મેળાવડો, અબજો રુપિયાનું કરશે રોકાણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા સાથે મહાત્મા મંદીરમાં મુલાકત બેઠક યોજી

ગાંધીનગર: ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને પગલે દેશ-વિદેશોમાંથી ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ગાંધીનગર પહોંચી ગયા છે. વિશ્વભરમાંથી આવેલા આ મહેમાનો માટે સરકાર દ્વારા ખાસ વ્યવસ્થાઓ પર થઇ ચૂકી છે.  વાઇબ્રન્ટ સમિટને કારણે અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિક જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સમિટમાં ઉદ્યોગપતિઓ સહિત રોકાણકારો પોતાના ચાર્ટર્ડ પ્લેન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યાં છે.  ગુજરાતમાં 10થી 12 જાન્યુઆરી સુધી વાયબ્રન્ટ સમિટ યોજાવાનું છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2014ના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા સાથે મહાત્મા મંદીરમાં મુલાકત બેઠક યોજી હતી. ઉલ્લેખનીય છે કે તિમોર લેસ્તે અને ભારત વચ્ચે શરુઆતથી રાજદ્વારી સંબંધો રહ્યા છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં જ પીએમ નરેન્દ્ર મોદીએ તિમોર લેસ્તેની રાજધાની દિલિમાં ભારતીય દૂતાવાસ સ્થાપવાની જાહેરાત કરી હતી. જેના કારણે આ બેઠક મહત્વપૂર્ણ સાબિત થઇ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેની ભાગીદારીથી ભારત સહિત ગુજરાત અને તિમોર લેસ્તેના સંબંધોને નવી ઊંચાઇ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે  ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તાએ પણ ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ રાજ્યની ક્ષમતાઓનો લાભ મેળવવા તેમનું રાષ્ટ્ર ઉત્સુક છે. આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ મુલાકત બેઠકમાં જોડાયા હતાં. બીજી બાજુ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં નેધરલેન્ડની 45 જેટલી કંપનીઓ હાજર રહેશે અને વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગીદાર દેશ તરીકે જોડાયેલી 45 કંપનીઓના વડા અને ઉચ્ચ અધિકારીઓનું એક પ્રતિનિધ મંડળ પણ આજે મુખ્યમંત્રી સાથે બેઠક કરશે. આ બેઠકમાં દેશના અને ગુજરાતના ભવિષ્યના આયોજન અંગે ચર્ચાઓ કરવામાં આવશે.

ગુજરાતમાં રોકાણ કરવા સારી તક
જાપાનમાં હાલ થોડા દિવસ પહેલાં આવેલા ભૂકંપ અને સુનામીની આગાહીને પગલે જાપાનમાં હાહાકાર મચી ગયો હતો. જાપાનમાં કુદરતી સર્જાયેલી આ આફત છતાં જાપાનના વડાઓ અને અધિકારીઓ સમિટમાં હાજર રહ્યાં હતા અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે જાપાનના આંતરરાષ્ટ્રીય બાબતોના વાઈસ મિનિસ્ટર હોસાકા શિન સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી. વધુમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જાપાનની કંપનીઓને ગુજરાતમાં રોકાણ કરવા માટે અનુકૂળ વાતાવરણ અને સારી તક હોવાનું જણાવ્યું હતું. આ બેઠકમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન, હેવી એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિક વાહનોમાં સંભવિત સહયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ સિવાય વિશ્વભરમાંથી ઉદ્યોગપતિઓ રોકાણ માટે અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવા પહોંચશે.

આ પણ વાંચો : વાઇબ્રન્ટ સમિટમાં ભુરીયાઓ ઝાપટશે શુદ્ધ શાકાહારી ભોજન