દિલ્હીના મુસ્તફાબાદમાં ચાર માળની ઇમારત ધરાશાયી, 4 લોકોના મોત; અનેક લોકો દટાયા હોવાની આશંકા

Delhi: દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં આજે વહેલી સવારે એક ઇમારત ધરાશાયી થઈ, જેમાં ચાર લોકોના મોત થયા. જ્યારે હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. માહિતી મળતાં જ NDRF અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. ઇમારત કેવી રીતે ધરાશાયી થઈ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી.

ડિવિઝનલ ફાયર ઓફિસર રાજેન્દ્ર અટવાલે જણાવ્યું હતું કે અમને સવારે લગભગ 2:50 વાગ્યે એક ઘર ધરાશાયી થવાની માહિતી મળી હતી. અમે ઘટનાસ્થળે પહોંચ્યા અને જોયું કે આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી અને લોકો કાટમાળ નીચે ફસાયેલા હતા. NDRF, દિલ્હી ફાયર સર્વિસ લોકોને બચાવવા માટે કામ કરી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 8 થી 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી
દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો. દિલ્હીના શક્તિ વિહારના મુસ્તફાબાદ વિસ્તારમાં અચાનક એક ઇમારત ધરાશાયી થઈ ગઈ. આ ચાર માળની ઇમારત હતી; તેના કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. ઇમારત ધરાશાયી થયાના સમાચાર મળતા જ ડોગ સ્ક્વોડ, પોલીસ અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ડિવિઝનલ ફાયર ઓફિસર રાજેન્દ્ર અટવાલે જણાવ્યું હતું કે NDRF, દિલ્હી ફાયર સર્વિસ લોકોને બચાવવા માટે કામ કરી રહી છે.

જ્યારે, શુક્રવારે દિલ્હીમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો. શુક્રવારે રાત્રે ભારે વરસાદ અને વાવાઝોડાથી શહેરના ઘણા ભાગોને અસર થઈ હતી. આ સિવાય મધુ વિહાર પોલીસ સ્ટેશન નજીક એક નિર્માણાધીન ઇમારતની દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે અન્ય ઘાયલ થયા હતા.