October 26, 2024

દિવાળીમાં નગરજનોની સુરક્ષામાં ખડેપગે રહેશે 12 હજાર પોલીસ કર્મીઓનો કાફલો

મિહિર સોની, અમદાવાદ: શહેરમાં આગામી દિવાળીને લઈ શહેર પોલીસ સજ્જ છે અને જેના માટે 12 હજાર જેટલા પોલીસ કર્મી અધિકારી બંદોબસ્તમાં હાજર રહેશે. પોલીસની સાથે-સાથે SRPની ટીમો પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે. પોલીસ દ્વારા ભીડભાડ, માર્કેટ, સોની બજાર, બુલીયન માર્કેટ, બેંક એટીએમ પર બંદોબસ્ત ચાલુ રહેશે. લુંટ કે ચોરી જેવા ગંભીર બનાવ ન બને તે માટે પોલીસ સજ્જ છે. સીસીટીવી કંટ્રોલ રૂમ થકી શહેરમા નજર રાખવામા આવી રહેલ છે. ભાડુઆત ને મકાન કે પ્રોપર્ટી ભાડે આપનાર ને લઈ તપાસ ચાલુ છે.

મહત્વનું છે કે ફટાકડા ના વિતરણ માટે 146 સ્ટોર ને કાયમી મજુરી આપવામા આવી તે સિવાય હંગામી મંજુરી માટે 33 અરજી આવી છે જેમને નિયમ પ્રમાણે લાઇસન્સ આપવાની પ્રક્રિયા ચાલુ છે. બસ સ્ટેન્ડ, મેટ્રો, રેલ્વે, બીઆરટીએસ સ્ટેન્ડ પર પોલીસ ની નજર રહેશે અને પોલીસ ની હાજરી રહેશે. આ ઉપરાંત સંવેદનશીલ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે “સી” ટીમ દ્વારા જાહેર માર્ગો, ધાર્મિક સ્થળો, રેલ્વે, બસ સ્ટેશન જેવા સ્થળોએ ચેઈન સ્નેચીંગ , પીક પોકેટીંગ, ચોરી, લૂંટ, અને છેડતી જેવી ઘટનાને લઈને વિશેષ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે.