December 19, 2024

સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા ચોટીલા ડુંગર ખાતે ધજા ચઢાવવામાં આવી

સુરેન્દ્રનગર: સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલા પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગર પર આજે નવરાત્રિના બીજા નોરતે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા દર્શન કરીને ધજા ચડાવવામાં આવી હતી.

આજે, સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા ચોટીલા ખાતે બીજા નોરતે ધજા ચડાવવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા અને પોલીસ પરિવારે આજે ચોટીલા ડુંગર પર ચડી માતાજીના દર્શન કર્યા. એટલું જ નહિ પોલીસ વડા માતાજીની ધજા જિલ્લા માથે લઈને ડુંગર ચડ્યા હતા. ડુંગર ચઢીને દર્શન કરી માતાજીની સહપરિવાર આરાધના કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ જિલ્લા પોલીસ પરિવાર સાથે જિલ્લા વિકાસ અધિકારી ચોટીલા મામલતદાર ટીડીઓ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગીરીશકુમાર પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, ચોટીલા મામલતદાર વી એમ પટેલ, તેમાં ટીડીઓ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી