November 23, 2024

જૂનાગઢ, સામખિયાળી બાદ મોડાસામાં મૌલાના મુફ્તી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મુફ્તી - NEWSCAPITAL

અરવલ્લીઃ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. મૌલાના મુફ્તી પર એક પછી એક પોલીસ ફરિયાદ નોંધાઈ રહી છે. કથિત ભડકાઉ ભાષણ આપવાના મામલે જૂનાગઢ, સામખિયાળી અને હવે અરવલ્લીના મોડાસામાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં કાર્યક્રમના આયોજક ઇશાક ગોરીની પોલીસે ધરપકડ કરી હતી.

જૂનાગઢ, સામખિયાળી બાદ મોડાસામાં મૌલાના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
31 જાન્યુઆરીની રાત્રે જૂનાગઢમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા બદલ ગુજરાત પોલીસે 5 ફેબ્રુઆરીએ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરી હતી. તેના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ જૂનાગઢ પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી. ત્યારબાદ, 6 ફેબ્રુઆરીના રોજ, કચ્છ-પૂર્વ પોલીસે 31 જાન્યુઆરીએ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખિયાળી ગામમાં ધાર્મિક કાર્યક્રમમાં કથિત રીતે ભડકાઉ ભાષણ આપવા બદલ અઝહરી વિરુદ્ધ બીજી એફઆઈઆર નોંધી હતી અને હવે મોડાસામાં પણ કથિત રીતે ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના મુફ્તી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.મુફ્તી - NEWSCAPITAL

આ પણ વાંચો : Weather Update : ઠંડીના ચમકારા બાદ રાજ્યમાં તાપમાન વધવાની શક્યતા

મુફ્તી સલમાન અઝહરીને આવતિકાલે મોડાસા લવાય તેવી શક્યતા
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ ફરીયાદના મામલામાં આરોપી આયોજકની ધરપકડ બાદ આજે મોડાસા કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે આયોજકના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આયોજક વિરુદ્ધ એટ્રોસિટી તેમજ ભડકાઉ ભાષણ મામલે ગુનો નોધાયો છે. મુખ્ય આરોપી મૌલાના મુફ્તી સલમાન અઝહરીને આવતિકાલે મોડાસા લવાય તેવી શક્યતા છે. ગુજરાતમાં મૌલાનાએ મોડાસા, કચ્છ અને બાદમાં જૂનાગઢમાં કાર્યક્રમ કર્યા હતા. મૌલાના મૂળ કર્ણાટકનો છે અને મુંબઈમાં અમૃત કો. ઓપરેટિવ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. મૌલાનાએ વર્ષ 2008 થી 2011 સુધી ઇમસ્લામનો અભ્યાસ ઇજિપ્તમાં કર્યો હતો. આગામી 14મી ફેબ્રઆરીના રોજ મૌલાના મોરબીમાં એક કાર્યકમ હાજરી આપવાનો હતો.