October 23, 2024

સુરતમાં બિઝનેસ જેહાદનો કિસ્સો, હિન્દુ વેપારી તરીકેની ઓળખ આપી વિધર્મીએ 72 લાખ ખંખેર્યા

અમિત રૂપાપરા, સુરત: હમણાં સુધી તો આપે લવ જેહાદ જેવા કિસ્સા સાંભળ્યા હશે. પરંતુ, સુરતમાં પ્રથમ એવો કિસ્સો સામે આવ્યો જ્યાં બિઝનેસ જેહાદ ઠકી વેપારીઓ જોડે છેતરપિંડી આચરવા આવતી હતી. વિધર્મી દ્વારા હિન્દુ વેપારી તરીકેનું નામ ધારણ કરી કાપડ વેપારીઓનો વિશ્વાસ અને ભરોસો કેળવવામાં આવતો હતો. વેપારીઓને વિશ્વાસ થાય તે માટે મોટા વેપારી તરીકેનો વટ મારવામાં આવતો હતો. પરંતુ આ વટગીરી નો ભાંડો ફૂટ્યો અને અંતે બિઝનેસ જેહાદના આ રેકેટનો ઉધના પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો.

સુરતના ઉધના વિસ્તારના વેપારીને હિન્દુ વેપારી તરીકેની ખોટી ઓળખ આપી રૂપિયા 72 લાખથી વધુની કિંમતના ગ્રે કાપડનો માલ ઉધાર પેટે ખરીદી હાથ અધ્ધર કરી દેનારા ઠગબાજ સહિત પાંચ આરોપીઓ સામે ઉધના પોલીસ ચોપડે ગુન્હો નોંધાયો છે. જે પૈકી મુખ્ય આરોપી સહિત બે ઠગની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી જગદીશ કુમાવાત કે જેનું સાચું નામ આબીદ હુસૈન સૈયદ છે. જે આરોપી દ્વારા પોતાના મિત્ર સહિત કાપડ દલાલ જોડે મળી આ છેતરપિંડી કરી હતી. જે માટે આરોપીએ હિન્દુના નામે ભાડા કરાર અને સીમ કાર્ડ ખરીદી જીએસટી નંબર મેળવ્યો હતો. જ્યાં હાલ ફરાર અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે. જ્યાં છેતરપિંડીનો આંકડો વધવાની શક્યતા રહેલી છે.

સુરતના ઉધના પોલીસે બે આરોપીઓ આબિદ હુસેન બેદાર હુસેન સૈયદ રિઝવાની અને મહેશ રામજીભાઈ ભલાણીની ધરપકડ કરી છે. બે પૈકીના એક આરોપી આબિદ હુસેન સૈયદ દ્વારા પોતાનું સાચું નામ બદલી જગદીશ કુમાવત ખોટું નામ ધારણ કર્યું હતું. જે આરોપી દ્વારા પોતે મહાવીર ટ્રેડિંગ ફોર્મના પ્રોપરાઇટર તરીકેની ખોટી ઓળખ સુરતના કાપડ વેપારીને આપી હતી. મુખ્ય આરોપીની જોડે તેના અન્ય સાગરીતો મહેશ રામજી ભલાણી, મોહમ્મદ, જગદીશ કુમાવત અને કાપડ દલાલ અનિલ હસમુખ ચેવલી એ સાથે મળી આયોજનબદ્ધ રીતે સુરતના ઉદ્ધા વિસ્તારના કાપડ વેપારી પાસેથી રૂપિયા 72.3 લાખની કિંમતનો ગ્રે કાપડનો માલ ઉધાર પેટે ખરીદ્યો હતો. જેમાં કાપડના માલનું પેમેન્ટ સમય મર્યાદા ની અંદર ચૂકવી આપવાનો વાયદો કર્યો હતો. જે સમય મર્યાદા પૂર્ણ થયા બાદ વેપારી દ્વારા રૂપિયાની ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી.

કાપડ વેપારી દ્વારા અવારનવાર આરોપીની કતારગામ સ્થિત ઓફિસે વારંવાર ધરમના ધક્કા ખાવા પડ્યા હતા. જ્યાં વારંવાર ઉઘરાણીએ જતા કાપડ વેપારીને ધમકી આપી જણાવવામાં આવ્યું હતું કે તારાથી થાય તે કરી લેજે અમારું બધે સેટિંગ છે. તમારા રૂપિયા આપવાના થતા નથી. તને તારો જીવ વાલો હોય તો પેમેન્ટ ભૂલી જા. નહિતર જાન થી હાથ ધોવા પડશે. આ પ્રકારની જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ સાથે વેપારીને જાણવા મળ્યું હતું કે આરોપી જગદીશ કુમાવત નું સાચું નામ આબિદ હુસૈન બેદાર હુસેન સૈયદ રિઝવાની છે. જેણે પોતાનું ખોટું નામ ધારણ કરી હિન્દુ વેપારી તરીકેની ઓળખ આપી હતી.

એટલું નહીં પરંતુ તેની સાથેના જગદીશ કુમાવત ના નામના ભાડા કરાર અને અન્ય દસ્તાવેજી પુરાવાના આધારે જીએસટી નંબર મેળવી કાપડનો વ્યવસાય કરતો હતો. જેની જાણકારી મળતા જ જાતે વેપારી પણ ચોકી ઉઠ્યો હતો. જ્યાં છેતરપિંડી નો ભગ બનેલા કાપડ વેપારીની ફરિયાદના પગલે ઉધના પોલીસ દ્વારા આ મામલે પાંચે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જ્યાં તપાસના અંતે પાંચ પૈકીના મુખ્ય આરોપી જગદીશ કુમાવત કે જેનું સાચું નામ આબિદ હુસેન બેદાર હુસેન સૈયદ રિઝવાની છે,તેની અને તેની સાથેના મહેશ ભલાણી ની ધરપકડ કરી આગળની તપાસ ઉધના પોલીસે હાથ ધરી હતી.

ઉધના પોલીસ દ્વારા બિઝનેસ જેહાદના આ કેસમાં બે આરોપીઓની ધરપકડ બાદ અન્ય છેતરપિંડીનો ભોગ બનનારા લોકો પણ આગળ આવી રહ્યા છે. જેમાં હાલ જ છેતરપિંડીનો ભોગ બનેલા બે લોકોએ પણ સુરતની ઉધના પોલીસ નો સંપર્ક કર્યો છે. જેમાં છેતરપિંડીનો આંક વધે તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. એટલું જ નહીં પરંતુ છેતરપિંડીનો ભોગ બનનારા અન્ય લોકોની સંખ્યામાં પણ વધારો થાય તેવી શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી. કારણકે જે પ્રમાણે આરોપીઓએ બિઝનેસ જેહાદની મોડસ ઓપરેન્ડી દ્વારા કાપડ વેપારીઓ જોડે છેતરપિંડી આચરી છે, તેને જોતા આ એક મોડ્યુલ ટિક હવે છેતરપિંડી કરનારા લોકો દ્વારા અપનાવવામાં આવી રહી છે. જે સુરતમાં પ્રથમ ઘટના બનીને સામે આવી છે.

ઉધના પોલીસ દ્વારા હાલ બિઝનેસ જેહાદના કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. જે બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ ઉધના પોલીસે હાથ ધરી છે. પોલીસની તપાસમાં છેતરપિંડીના અન્ય ગુના ઉકેલાવાની શક્યતા પણ હાલ સેવાઈ રહી છે. જે પોલીસ રિમાન્ડ બાદ બહાર આવી શકે તેમ છે.