November 27, 2024

રાજકોટમાં બે મહિના અગાઉ થયેલ યુવકના મોતના મામલે મોટો ખુલાસો

રાજકોટ: રાજકોટ શહેરમાં 2 મહિના અગાઉ 1 મેના રોજ નવાગામ ખાતે એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ હોવાના સમાચાર સામે આવ્યા હતા. ખરેખરમાં નવાગામના એક ગોડાઉનમાં 17 વર્ષીય યુવકનું મોત થયું હતું. પ્રાથમિક દ્રષ્ટીએ આ મોત હાર્ટ એટેકથી થયુ હોવાની જાણકારી સામે આવી હતી. પરંતુ હવે આ મામલે એક સીસીટીવી સામે આવ્યા છે, જેમાં યુવકનું મોત હાર્ટ એટેકથી નહીં પરંતુ તેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.

ખરેખરમાં રાજકોટના નવાગામ ખાતે 1 મેના રોજ એક ગોડાઉનમાં 17 વર્ષીય યુવકનું મોત થયું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ મોત હાર્ટ એટેકથી થયું હોવાનું ખુલ્યું હતું. જોકે હવે બે મહિના બાદ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, યુવકનું મોત હાર્ટ એટેકથી નહીં પરંતુ માથામાં બોથડ પદાર્થ મારવાથી થયું હતું. ગોડાઉનમાં રહેલા એક શખ્સે માથામાં મારવાથી તુરંત જ યુવક ઢળી પડ્યો હતો. જોકે આ આખા કેસમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ સામે આવી છે.

આ પણ વાંચો: સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોલીસને થાપ આપી ફરાર

યુવકની હત્યાને લઈ હવે કુવાડવા રોડ પોલીસે હત્યા અંગે તપાસ કરી હતી કે કેમ તે મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે. મૃતક યુવકના પરિવારજનોએ ગત 3 જુલાઇના રોજ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. જો કે તો પણ તપાસ ન થઇ અંતે પરિવારે સીસીટીવી ફુટેજ જાહેર કરતા હવે આ હત્યાના કેસમાં એક નવો જ વળાંક આવ્યો છે.

હર્ષિલ ગોરી નામના યુવાનના શંકાસ્પદ મોતના મામલે મૃતકના પરિવારજનોએ રાજકોટ શહેર પોલીસ પર આક્ષેપો લગાવ્યા હતા. હત્યાના બનાવને એકસીડન્ટલ ડેથમાં પોલીસે ખપાવ્યું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. મૃતકના પરિવારજનોએ ઘટનાના સીસીટીવી ફૂટેજ મીડિયા સમક્ષ જાહેર કર્યા બાદ પણ પોલીસે તેમને પીએમ રિપોર્ટ નહીં આપ્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો.