July 2, 2024

12 વર્ષની માનસિક અસ્થિર સગીરા સાથે 67 વર્ષના વૃદ્ધએ કર્યા શારીરિક અડપલાં, પિતા-પુત્ર ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં 12 વર્ષની માનસિક અસ્થિર સગીરા સાથે 67 વર્ષના લંપટ વૃદ્ધએ શારીરિક અડપલાં કર્યા હતા. પડોશમાં રહેતી મહિલાઓ વૃદ્ધને જોઈ જતા નારોલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. આરોપી સામે પોલીસે ગુનો નોંધીને વૃદ્ધ પિતા-પુત્ર આરોપીની ધરપકડ કરી છે.

પકડાયેલ આપોરીઓનું નામ દાના સુમેરા છે. લંપટ 67 વર્ષના વૃદ્ધએ પોતાની પૌત્રી જેવી માસૂમ દીકરી સાથે અશ્લીલ હરકત કરી. 12 વર્ષની માનસિક અસ્થિર દીકરી પર નજર બગાડીને ચોકલેટ આપવાના બહાને ધાબા પર લઈ ગયો હતો અને દીકરીના કપડાં કાઢીને શારીરિક અડપલાં કરી રહ્યો હતો, ત્યારે બે મહિલા આચનક ધાબા પર આવી ગઈ હતી. મહિલાએ વૃદ્ધ દાનાને અશ્લીલ હરકત કરતા રંગે હાથ ઝડપી લીધો હતો. દશ્ય જોતા જ મહિલા બુમાબુમ કરતા વૃદ્ધ ત્યાંથી ભાગી ગયો હતો. આ હરકતનો વિડિઓ મોબાઈલમાં પણ મહિલાઓએ કેદ કર્યો છે. આ ઘટનાની જાણ બાળકીને પરિવારને થતા તેમને નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વૃદ્ધ પિતા અને પુત્રની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: રાજકોટના અગ્નિકાંડ બાદ પોરબંદરનું તંત્ર જાગ્યું

પકડાયેલા આરોપી દાનાભાઈ સુમેરા નિવૃત જીવન ગુજારે છે. પોતાના દીકરા અને પરિવાર સાથે રહે છે. 12 વર્ષની માનસિક અસ્થિર બાળકી ઘર નજીક રમી રહી હતી ત્યારે અશ્લીલ માનસિકતા ધરાવતા આ વૃદ્ધએ દુષ્કર્મના ઇરાદે સગીરાને ધાબા પર લઈ ગયો હતો, પરંતુ 2 મહિલા આવી જતા સગીરાનો બચાવ થયો હતો. મહિલાએ આ વિડિઓ આરોપી પિતાએ પુત્રને બતાવ્યો હતો. તેમના પુત્રએ પિતાની ભૂલની માહિતી માંગીને આ વિડિઓ ડીલીટ કરી દીધો હતો. હાલમાં નારોલ પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરીને તેનું મેડિકલ તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

12 વર્ષની સગીરા સાથે અશ્લીલ કરતુતને લઈને રહીશોમાં રોષ વધ્યો છે..આરોપી પુત્ર મનસુખ સુમેરાએ પણ વિડિઓ ડીલીટ કરીને પુરાવાના નાશ કરતા પોલીસ આરોપી વૃદ્ધ ના પુત્રની ધરપકડ કરી છે. હાલમાં નારોલ પોલીસે આ વૃદ્ધ એ અન્ય કોઈ સાથે આ કૃત્ય કર્યું છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે..