November 22, 2024

12 વર્ષથી નાના બાળકને વિમાનમાં મળશે સીટ, DGCAની નવી જાહેરાત

અમદાવાદ: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ તમામ એરલાઇન્સ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. એવિએશન રેગ્યુલેટરે કહ્યું છે કે હવેથી 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હવાઈ મુસાફરી દરમિયાન તેમના માતા-પિતાની બાજુમાં સીટ આપવી પડશે. DGCAએ મંગળવારે આ સંબંધમાં એક પરિપત્ર જાહેર કરીને તમામ એરલાઈન્સને આ નિયમને ફરજિયાતપણે લાગુ કરવા સ્પષ્ટપણે જણાવ્યું છે.

બાળકોની સુરક્ષાને લઈને મોટો નિર્ણય
DGCA દ્વારા હવાઈ મુસાફરી દરમિયાન બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના પરિપત્રમાં જણાવવામાં આવ્યું કે, હવેથી તમામ એરલાઈન્સે એ સુનિશ્ચિત કરવું પડશે કે 12 વર્ષ સુધીના બાળકોને તેમના માતાપિતા/વાલીઓમાંથી ઓછામાં ઓછા એકની સાથે સીટ ફાળવવામાં આવે. જેઓ એક જ પરિવારમાં હોય. આ સાથે તેનો સંપૂર્ણ રેકોર્ડ પણ રાખવામાં આવશે.

આ પણ વાંચો: અનંતના લગ્ન પહેલાં શિરડી દર્શન કરવા પહોંચ્યા નીતા અંબાણી

તમારે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં
એવિએશન રેગ્યુલેટરે આ પગલું એક ફરિયાદ બાદ ઉઠાવ્યું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે હવાઈ મુસાફરી દરમિયાન બાળકને તેના માતા-પિતા સાથે બેસવા દેવામાં આવતું નથી.  જે બાદ ડીજીસીએ દ્વારા જાહેર કરાયેલા 2024 ના એર ટ્રાન્સપોર્ટ સર્ક્યુલર (ATC)-01 મુજબ, 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકને તેના માતા-પિતાની બાજુમાં સીટ મળી શકશે. આ માટે કોઈપણ વધારાનો ચાર્જ ચૂકવો. ડીજીસીએના મતે એરલાઈન્સ બાળકની સીટ માટે માતા-પિતા પર દબાણ ન લાવી શકે. જો વાલીઓએ ફ્રી સીટ અથવા ઓટો એલોકેશનનો વિકલ્પ પસંદ કર્યો હોય, તો બાળક માટે બાજુની સીટની વ્યવસ્થા કરવી પડશે.

આ સુવિધાઓ માટે ચાર્જ વસૂલી શકાય છે
બાળકોને તેમના પરિવારના સભ્યોની નજીક સીટ આપવાના આદેશ સાથે DGCA એ એરલાઇન્સને શૂન્ય સામાન, પસંદગીની સીટ શેરિંગ, ભોજન, પીણાં અને સંગીતનાં સાધનો વહન કરવાની મંજૂરી પણ આપી છે. જો કે, ડીજીસીએએ પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે આ તમામ સુવિધાઓ ઓપ્ટ-ઇન છે એટલે કે તે ફરજિયાત નથી. આમાં ઓટો સીટની સુવિધા પણ સામેલ કરવામાં આવી છે. જેમાં એરલાઈન આપમેળે પેસેન્જર સીટ અસાઇન કરે છે અને આવા પેસેન્જરો કે જેમણે વેબ ચેક-ઈન દરમિયાન સીટ લીધી નથી. તેમને ઓટોમેટીક સીટ ફાળવવામાં આવશે.