December 18, 2024

IND vs BAN: જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, આવું કરનાર 10મો ભારતીય બન્યો

Jasprit Bumrah: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી મેચમાં જસપ્રિત બુમરાહે ઈતિહાસ રચી દીધો છે. આવું કરનાર તે 10મો ભારતીય બોલર બની ગયો છે. બુમરાહે પ્રથમ ટેસ્ટ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. શાનદાર પ્રદર્શન કરીને જસપ્રિતે આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 400 વિકેટ ઝડપનાર 10મો ભારતીય બોલર બની ગયો છે. એવી શાનદાર બોલિંગ કરી કે બાંગ્લાદેશીઓ ગોથે ચડી ગયા હતા.

ઈશાંત અને શમી બાદ સિદ્ધિ મેળવી
જસપ્રીત બુમરાહે ભારત માટે અત્યાર સુધી ત્રણેય ફોર્મેટમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણે મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા પછી તે 400 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરનાર ખેલાડી બની ગયો છે. ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની વાત કરવામાં આવે તો અનિલ કુંબલે 499 ઇનિંગ્સમાં 953 વિકેટ, આર અશ્વિને 369 ઇનિંગ્સમાં 744 વિકેટ, હરભજન સિંહ સૌથી વધુ વિકેટ લેનારા ભારતીયોમાં ત્રીજા સ્થાને છે. ચોથા નંબર પર કપિલ દેવ છે જેણે 448 ઇનિંગ્સમાં 687 વિકેટ અને ઝહીર ખાને 373 ઇનિંગ્સમાં 597 વિકેટ લીધી છે.

આ પણ વાંચો: IND vs BAN: બુમરાહે ત્રીજી વિકેટ લીધી, બાંગ્લાદેશની ટીમ ઓલઆઉટની નજીક

ભારત- રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, જસપ્રિત બુમરાહ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, પંત (વિકેટકીપર)

બાંગ્લાદેશ- મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), શાદમાન ઇસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મેહિદી હસન મિરાજ, હસન મહમૂદ, તસ્કીન અહેમદ, નાહીદ રાણા.