December 22, 2024

IND vs BAN: ચેન્નાઈ ટેસ્ટના પહેલા દિવસે આ સ્ટાર ખેલાડી ખરાબ રીતે ફ્લોપ

IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈમાં શરૂ થઈ ગઈ છે. . બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોએ ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય તેણે કર્યો છે. પહેલા બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખુબ ખરાબ શરૂઆત જોવા મળી હતી.

મોંઘો સાબિત થયો
રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ટીમને સારી શરૂઆત અપાવવાનો ઘણો સારો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેની સામે હસન મહેમૂદે પોતાની શાનદાર બોલિંગથી ભારતને પહેલો ઝટકો રોહિતના રુપમાં આપ્યો હતો. રોહિત ખાલી 6 રનથી પેવેલિયન પરત ફર્યો હતો. તેના પછી ગિલ આવ્યો હતો. તે 8 બોલમાં ખાતું ખોલવામાં અસફળ રહ્યો હતો. તે લિટન દાસના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. આ પછી ગિલે ઓવરના ત્રીજા બોલને પણ ફ્લિક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ આ વખતે શોટ તેના માટે મોંઘો સાબિત થયો હતો. આ રીતે ગિલ શૂન્ય પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. શુભમન ગિલ એક પણ રન બનાવ્યા વગર પરત ફર્યો હતો.

આ પણ વાંચો: મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ખેલાડીએ CPLમાં મચાવી તબાહી, 19 બોલમાં 52 રન

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન નીચે મુજબ છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન: વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, જસપ્રિત બુમરાહ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.

બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન:મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મેહદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, નાહીદ રાણા.