September 20, 2024

Sensex Opening Bell: સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી પહેલીવાર 25,500ને પાર

Sensex Opening Bell: યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાથી ભારતીય શેરબજાર પર સકારાત્મક અસર જોવા મળી છે. આજે ગુરુવારે ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું હતું અને શરૂઆતના કારોબારમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. યુએસ ફેડએ બુધવારે રાત્રે 4 વર્ષમાં પ્રથમ વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. ફેડએ વ્યાજ દરમાં 0.50 ટકાનો મોટો ઘટાડો કર્યો છે. આગળ પણ ફેડ દ્વારા રેટ કટના દરમાં વધુ ઘટાડો કરે તેવી અપેક્ષા છે. ફેડ રેટ કટના કારણે લોન સસ્તી બની છે. તેનાથી ભારત જેવા ઉભરતા બજારોમાં નોંધપાત્ર રોકાણ જોવા મળશે.

સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સંવેદી સૂચકાંક સેન્સેક્સ આજે 411 પોઈન્ટના વધારા સાથે 83,359.17 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં તે 0.74 ટકા અથવા 605 પોઇન્ટના વધારા સાથે 83,546 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સના તમામ 30 શેર લીલા નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. ત્યાં જ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી શરૂઆતના કારોબારમાં 0.69 ટકા અથવા 173 પોઇન્ટના વધારા સાથે 25,551 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં નિફ્ટીના 50 શેરોમાંથી 48 શેર લીલા નિશાન પર અને 2 શેર લાલ નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા.