કોણ છે આ 58 વર્ષનો વ્યક્તિ, જે ટ્રમ્પને મારવા માગતો હતો?
Donald Trump: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. આ ગોળીબાર ફ્લોરિડાના વેસ્ટ પામ બીચમાં ટ્રમ્પના ઇન્ટરનેશનલ ગોલ્ફ કોર્સની બહાર થયો હતો. એફબીઆઈએ તેને હત્યાનો પ્રયાસ ગણાવ્યો છે. 58 વર્ષીય રાયન રૂથને ગોળીબાર બાદ સિક્રેટ સર્વિસ એજન્ટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એફબીઆઈના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી એક AK47-શૈલીની રાઈફલ પણ મળી આવી હતી, જેમાં સ્કૉપ અને ગો પ્રો કૅમેરા પણ છે.
રાયન રૂથ કોણ છે?
એક મીડિયા માહિતી પ્રમાણે રૂથ ગ્રીન્સબોરો નોર્થ કેરોલિનાનો ભૂતપૂર્વ કન્સ્ટ્રક્શન વર્કર છે. તેણે ભૂતકાળમાં સશસ્ત્ર સંઘર્ષમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ખાસ કરીને યુક્રેન પર રશિયાના 2022ના આક્રમણ બાદ X પરની એક પોસ્ટમાં, રૂથે યુક્રેન અને યુદ્ધમાં “લડવા અને મરવાની” ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે X પર લખ્યું હતું કે હું ક્રાકોવ જવા માટે અને યુક્રેનની સરહદ પર સ્વયંસેવક બનવા, લડવા અને મરવા માટે તૈયાર છું
આ પણ વાંચો: પાકિસ્તાન બન્યું ઝેરી, એક જ પરિવારના 13 સભ્યોને ઝેરી દૂધ પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધા
બંદૂકધારીને પકડી લીધો
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ફ્લોરિડાના ઘરે ગોલ્ફ રમી રહ્યા હતા ત્યારે લગભગ 300 મીટર દૂર કોર્સમાં ઝાડીઓમાંથી ગોળી ચલાવી હતી. હુમલાખોરે ગોળીબાર કરતાની સાથે જ સુરક્ષાકર્મીઓએ જવાબી કાર્યવાહી કરી બંદૂકધારીને પકડી લીધો હતો. ઇન્ટરનેશનલ ગોલ્ફ કોર્સની બહાર ફાયરિંગમાં ટ્રમ્પ સંપૂર્ણપણે સુરક્ષિત છે. હુમલા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન પણ આવ્યું છે. તેમણે પોતાના સમર્થકોને અપીલ કરી કે તેઓ કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરે અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે હું આત્મસમર્પણ કરવાનો નથી.