ડાયમંડ લીગ ફાઇનલમાં નિરજ ચોપરા રહ્યો બીજા સ્થાને
Neeraj Chopra Diamond League: નિરજ ચોપરાએ ડાયમંડ લીગ ફાઇનલમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેણે ફાઇનલમાં 87.86 મીટરનો શ્રેષ્ઠ થ્રો કર્યો હતો. તે ખાલી ચેમ્પિયન બનવા માટે એક સેન્ટિમીટરથી દૂર રહી ગયો હતો. જોકે ગ્રેનાડાનો ખેલાડી તેના કરતા થોડો વધારે સારો સાબિત થયો હતો. તે પ્રથમ સ્થાન પર રહ્યો હતો તેણે 87.87 મીટર થ્રો કર્યો હતો. તમને જણાવી દઈએ કે એન્ડરસને પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ અને નિરજે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. પેરિસ ઓલિમ્પિક 2024માં પ્રથમ સ્થાને રહેલો નદીમએ આ લીગમાં ભાગ લીધો ના હતો.
Neeraj Chopra hits 8⃣7⃣.8⃣6⃣ m and finishes second in Brussels 👏#DiamondLeagueonJioCinema #DiamondLeagueonSports18 #DiamondLeagueFinal pic.twitter.com/C8WETcMFqB
— JioCinema (@JioCinema) September 14, 2024
ડાયમંડ લીગ ફાઇનલમાં નીરજ ચોપરાના થ્રો
- પ્રથમ ફેંક- 86.82 મી
- બીજો થ્રો – 83.49 મીટર
- ત્રીજો થ્રો – 87.86 મીટર
- ચોથો થ્રો – 82.04 મીટર
- પાંચમો થ્રો – 83.30 મીટર
- છઠ્ઠો થ્રો – 86.46 મીટર
એન્ડરસન પીટર્સ પ્રથમ અને નિરજ ચોપરા બીજા ક્રમે રહ્યા હતા. જર્મન સ્ટાર જુલિયન વેબર 85.97ના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. નિરજે ટોક્યો 2020માં ગોલ્ડ મેડલ અને પેરિસ 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. ડાયમંડ લીગમાં ચેમ્પિયન બને તો ખેલાડીઓને મેડલ પણ મળતો નથી. ડાયમંડ લીગમાં ખેલાડીને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે ઈનામની રકમ અને વાઈલ્ડ કાર્ડ આપવામાં આવે છે.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાનો સૌથી ફિટ ખેલાડી કોણ છે? બુમરાહે જવાબ આપ્યો કે…
ડાયમંડ લીગ 2024ની ફાઇનલમાં તમામ ખેલાડીઓના શ્રેષ્ઠ થ્રો:
- એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) – 87.87 મીટર
- નિરજ ચોપરા (ભારત) – 87.86 મીટર
- જુલિયન વેબર (જર્મની) – 85.97 મીટર
- એન્ડ્રિયન માર્ડારે (મોલ્ડોવા) – 82.79 મીટર
- ગેન્કી ડીન રોડરિક (જાપાન) – 80.37 મીટર
- આર્ટુરિન ફેલ (80.37 મીટર
- હર્મન (જર્મની) – 76.46 મી