December 27, 2024

કોલકાતા રેપ-મર્ડર કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, મમતા-ડોક્ટર્સની બેઠક નિષ્ફળ

કોલકાતાઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને (CBI) કોલકાતાની આરજી કર કૉલેજ-હોસ્પિટલ કેસમાં ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને લોક સ્ટેશન ઈન્ચાર્જ અભિજિત મંડલની ધરપકડ કરી છે. સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, બંનેની આર્થિક ગેરરીતિના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ સીએમ આવાસ પર પહોંચેલા તબીબો અને મુખ્યમંત્રીના પ્રતિનિધિ મંડળની બેઠક નિષ્ફળ ગઈ હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ અને ડીજીપી જેવા ટોચના અધિકારીઓ પણ હાજર હતા.


CBIએ સંદીપ ઘોષ અને એક પોલીસકર્મીની ધરપકડ કરી
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને (CBI) આરજી કર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ અને એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં એક પોલીસકર્મીની ધરપકડ કરી છે. સૂત્રોએ આ માહિતી આપી હતી.

જુનિયર ડોકટરો અને મુખ્યમંત્રી વચ્ચેની વધુ એક બેઠક નિષ્ફળ
આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યા કેસને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જી અને જુનિયર ડોકટરો વચ્ચેની વધુ એક બેઠક નિષ્ફળ ગઈ છે. આ બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાઈ હતી. જુનિયર ડોકટરોએ મિટિંગનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાની માગ કરી હતી. પરંતુ મુખ્યમંત્રીએ કહ્યું કે, આ બાબત ન્યાયિક પ્રક્રિયામાં હોવાથી તેને મંજૂરી આપી શકાય નહીં. ત્યારબાદ મુખ્ય સચિવ મનોજ પંત અને અન્ય અધિકારીઓ બેઠક પૂરી થયા બાદ પરત ફર્યા હતા. આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.