એક જ પ્રકારની ભીંડીના ટેસ્ટથી કંટાળ્યા હોવ તો ટ્રાય કરો ટેસ્ટી દહીં ભીંડી, આ રહી મસ્ત રેસિપી
Ladyfinger Farming: કોઈ ભાગ્યે જ હશે જેને ભીંડાનું શાક ખાવું પસંદ ના હોય. મોટા ભાગના લોકોને ભીંડાનું શાક ભાવતું હોય છે. ભીંડાના શાકમાં પણ તમને અલગ અલગ ટેસ્ટ મળે તો કેવી મજા આવી જાય? ત્યારે અમે તમારા માટે આજે મસાલેદાર દહીંની ભીંડીની રેસિપી લઈને આવ્યા છીએ. જે રેસિપીથી તમે ભીંડાનું શાક બનાવશો તો તમને મજા જ આવી જશે.
આ પણ વાંચો: શું તમે ઉનાળામાં દરરોજ કોલ્ડ ડ્રિંક પીઓ છો? તો થઈ શકે છે આ બીમારી
દહીં ભીંડા માટેની સામગ્રી:
- અડધો કિલો ભીંડો
- એક કપ દહીં
- એક બારીક સમારેલી ડુંગળી
- અડધી ચમચી લાલ મરચું પાવડર
- અડધી ચમચી કાળા મરી પાવડર
- લસણવાળી ચટણી
દહીં ભીંડાની રેસીપી
દહીંમાં ભીંડાનું શાક બનાવવા માટે તમારે પહેલા અડધો કિલો ભીંડો લેવાનો રહેશે. તેને પાણીથી સાફ કરીને તેને બારીક કાપી લો. આ પછી તમે ગેસ ચાલુ કરો. એક પેનમાં તેલ મૂકો અને ભીંડાને સારી રીતે તેમાં ફ્રાય કરી લો. બીજી બાજૂ જ્યાં સુધી ભીંડો તેલમાં તળાઈ ત્યાં સુધી તમે બાજૂમાં ડુંગળીને બારીક સમારી લો. જ્યારે ભીંડો તળાઈ જાય, ગેસ બંધ કરી દો. હવે બીજા વાસણમાં એક કપ દહીં કાઢીને તેને સારી રીતે ફેટી લો. તમારે તેમાં લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરો અને જે ભીંડો તળાઈ રહ્યો હતો તેમાં ઉમેરી દો. હવે તેમાં લસણવાળી ચટણી નાંખીને મિક્સ કરી દો. તો તૈયાર છે તમારી મસાલા દહી ભીંડાનું શાક.