November 25, 2024

બેગુસરાયમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પર હુમલો, યુવકની ધરપકડ

Attacked On Giriraj Singh In Begusarai: બિહારના બેગુસરાયના બલિયામાં જનતા દરબાર દરમિયાન કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પર શનિવારે 31 ઓગસ્ટના રોજ એક યુવકે હુમલો કર્યો. જોકે હુમલામાં ગિરિરાજ સિંહને કોઈ ઇજા નથી થઈ. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કહેવાય છે કે યુવકનું નામ મોહમ્મદ સૈફી છે અને તે વોર્ડ કાઉન્સિલર પણ છે.

હુમલાને લઈને ગિરિરાજ સિંહે આપી પ્રતિક્રિયા
ઘટના બાદ મીડિયા સાથે વાત કરતા ગિરિરાજ સિંહે કહ્યું કે આરોપીનો ચહેરો જોયા બાદ તેજસ્વી અને અખિલેશ યાદવ તેના સમર્થનમાં ઉતારી આવશે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ આવા લોકોથી ડરતા નથી. રાહુલ ગાંધી, તેજસ્વી અને અખિલેશ યાદવ વોટના સોદાગર છે અને આવા લોકોને બચાવવા હંમેશા આગળ આવે છે. તેમણે ફરી એકવાર વક્ફ બોર્ડ પર સવાલો ઉઠાવતા કહ્યું છે કે વક્ફ બોર્ડ દ્વારા ફતુહા જ નહીં પરંતુ બેગુસરાયમાં પણ હિન્દુઓની જમીન પર નોટિસ મોકલવામાં આવી રહી છે અને તેને પોતાની જમીન ગણાવી રહ્યા છે. વક્ત બોર્ડનું કાર્ય હાલમાં જમીન સંચાર અભિયાનમાં પરિવર્તિત થયું છે.

સનાતન ધર્મ માટે હિન્દુઓએ એક થવું પડશે 
ગિરિરાજ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ જે કહ્યું છે તે બિલકુલ સાચું છે અને હિંદુઓએ પોતાની સુરક્ષા અને સનાતન ધર્મની રક્ષા માટે એક થવું પડશે, નહીં તો અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી જેવા લોકો ભારતને ઇસ્લામિક દેશ બનાવીને જ દમ લેશે.” આ ઘટના બાદ ગિરિરાજ સિંહની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તેઓ તેમની આગળની યાત્રાએ રવાના થયા હતા.

આ પણ વાંચો: પેન્સિલવેનિયા રેલીમાં ટ્રમ્પની સુરક્ષામાં ચૂક, પત્રકાર ગેલેરીમાં ઘૂસેલા યુવકને પોલીસે ઝડપ્યો

સુરક્ષાકર્મીઓએ યુવકને પકડી પાડ્યો
વાસ્તવમાં, ગિરિરાજ સિંહ શનિવારે બલિયા તાલુકામાં જનતા દરબારમાં લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા હતા, ત્યારે સફેદ ટોપી પહેરેલો એક યુવક ત્યાં આવી પહોંચ્યો અને એલફેલ બોલવા લાગ્યો. ત્યારે, ભાજપના કાર્યકરોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ, ઘૂસી આવેલા શખ્સે ગિરિરાજ સિંહને મુક્કો મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તેને પકડી પાડ્યો હતો. યુવકની ઓળખ મોહમ્મદ સૈફી તરીકે થઈ છે અને તે વોર્ડ કાઉન્સિલર હોવાનું કહેવાય છે.