December 26, 2024

સમજી લો BS સ્ટાન્ડર્ડનું A to Z, નવું વાહન લેતી વખતે પૂછી શકશો વિગત

Emission Standard: BS (ભારત સ્ટેજ) ધોરણો ભારતમાં વાહનો માટે ઉત્સર્જનના ધોરણો નક્કી કરે છે. આ ધોરણો સરકારી એજન્સીઓ દ્વારા ઘણા માપદંડોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. આ ધોરણો એવું જણાવે છે કે વાહન દ્વારા થતું પ્રદૂષણ ચોક્કસ સ્તરથી વધુ ન હોવું જોઈએ. ભારતમાં પ્રવર્તતા BS ધોરણો યુરોપિયન ઉત્સર્જન ધોરણો પર આધારિત છે અને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સમય સમય પર અપડેટ કરવામાં આવે છે. BS6 વાહનોમાં આવ્યા બાદ આ પ્રદૂષણ ઓછું થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પહેલા આ માપદંડ આવ્યું
પ્રથમ ધોરણ BS1 2000 માં લાગુ કરવામાં આવ્યું હતું. 5 વર્ષ પછી, 2005 માં BS2 અને 2010 માં BS3 લાગુ કરવામાં આવ્યું હતું. BS4 નિયમ ઘણા મોટા ફેરફારો સાથે 2017માં બનાવવામાં આવ્યો હતો. હાલમાં, BS6 ઉત્સર્જન ધોરણો અમલમાં છે જે 1 એપ્રિલ 2020 થી લાગુ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે BS5 સ્કીપ કરવામાં આવ્યું હતું એ પાછળની વાત. ખરા અર્થમાં તો ઓટો માર્કેટમાં વાહનો બનાવતી કંપનીઓ પોતાના એન્જિનને મજબુત રાખવા માટે સરકારે તૈયાર કરેલા કેટલાક નિયમોને ચુસ્તપણે ફોલો કરે છે. જેના કારણે વ્યક્તિની સુરક્ષાને કોઈ ઠેસ ન પહોંચે. આ માપદંડ ન હોય તો વાહન ફેઈલ ગણાય છે. BS6 ધોરણોએ નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx), હાઇડ્રોકાર્બન (HC), પાર્ટિક્યુલેટ મેટર (PM) અને વાહનોમાંથી ઉત્સર્જિત કાર્બન મોનોક્સાઇડ (CO) ના સ્તરને પહેલા કરતા વધુ કડક બનાવ્યા છે. આ કારણે દિલ્હી જેવા મહાનગરમાં કેટલાક વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર ઓછું કરવામાં તંત્રને થોડી સફળતા પ્રાપ્ત થઈ છે. આ ધોરણમાં, ડીઝલ વાહનો માટે રજકણના ઉત્સર્જનમાં 80% અને NOx ઉત્સર્જનમાં 70% ઘટાડો થયો હતો.

આ પણ વાંચો: એવું માનતા હોવ કે CNGથી ઓછું પ્રદૂષણ થાય છે તો ભૂલ કરો છો

શક્યાઓ ખરા પણ સમય લગાશે
BS7 નોર્મ્સની શક્યતા વિશે વાત કરીએ તો, તેના અમલીકરણ અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઓટો કંપનીઓ પોતાના અપગ્રેડેશન સાથે આ માપદંડના વાહનો બનાવતી થઈ ગઈ છે. જેમા જે તે એન્જિનને કસ્ટમાઈઝ કરવામાં આવે છે. આ કારણે કોઈ પણ ઈંધણમાં ગાડી વધારે પડતું પ્રદૂષણ ન કરે.જો કે, પર્યાવરણીય સંરક્ષણ તરફ વધતા પગલાઓને ધ્યાનમાં રાખીને, ભવિષ્યમાં BS7 ધોરણોની શક્યતાને નકારી શકાય નહીં. જે ખરા અર્થમાં પ્રદૂષણને ડામવા માટે અસરકારક સાબિત થશે.BS ધોરણોનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનોમાંથી ફેલાતા પ્રદૂષણને નિયંત્રિત કરવાનો અને પર્યાવરણમાં હાનિકારક વાયુઓના ઉત્સર્જનને ઘટાડવાનો છે. આ ધોરણો સુનિશ્ચિત કરે છે કે ઓટોમેકર્સ સમય જતાં તેમના એન્જિનને વધુ કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ બનાવે છે.