T20 વર્લ્ડ કપ બાદ સ્ટાર ખેલાડીએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો
Women’s T20 World Cup 2024: ICC મહિલા T20 વર્લ્ડનું આયોજન 3 ઓક્ટોબરથી થવાનું છે. આ આયોજન UAEમાં કરવામાં આવ્યું છે. T20 વર્લ્ડ કપ શરૂ થવાને હવે થોડો જ સમય બાકી રહ્યો છે. આ મેગા ઈવેન્ટ પહેલા ન્યુઝીલેન્ડની ટીમની કેપ્ટન સોફી ડિવાઈને એક મહત્વનો નિર્ણય લીધો છે. આ પછી તે ટી-20માં કીવી ટીમની કેપ્ટનશીપ છોડી દેશે.
કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો
ન્યુઝીલેન્ડની મહિલા ટીમની કેપ્ટન સોફી ડેવિને UAEમાં યોજાનાર આગામી મહિલા T20 વર્લ્ડ કપ 2024 બાદ આ ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. આ મેગા ઈવેન્ટનું પહેલા બાંગ્લાદેશમાં આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિને જોઈને યુએઈમાં 3 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી આયોજિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનું નવું શેડ્યુલ પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. ન્યૂઝીલેન્ડની ટીમને ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમોની સાથે ગ્રુપ Aમાં સ્થાન મળ્યું છે.
આ પણ વાંચો: મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયામાં પરત ક્યારે ફરશે?
આ નિર્ણય લીધો હતો
સોફી ડિવાઈને અત્યાર સુધી મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં 56 મેચ રમી છે. તમને જણાવી દઈએ કે આવતા વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ સુધી ODI ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપની જવાબદારી સંભાળવાનું ચાલુ રાખશે. સુકાની પદ છોડવાના નિર્ણય અંગે સોફીએ કહ્યું કે મને બંને ફોર્મેટમાં ન્યુઝીલેન્ડની ટીમની કેપ્ટનશીપ કરવાની તક મળી જે મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. કેપ્ટનશીપ પણ વધારાની જવાબદારી સાથે આવે છે, જેની હું સંપૂર્ણ આનંદ માણું છું, પરંતુ તે ક્યારેક પડકારરૂપ પણ હોઈ શકે છે. T20 કેપ્ટનશીપથી દૂર થવાથી મારા કામનો બોજ થોડો ઓછો થશે.