સ્મૃતિ મંધાના જોડાઈ નવી ટીમ સાથે
Smriti Mandhana WBBL: ભારતની સુપરસ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાને મહિલા બિગ બેશ લીગની આગામી સિઝન માટે એડિલેડ સ્ટ્રાઈકર્સ ટીમે સાઈન કરી હોવાનું સામે આવ્યું છે. મંધાનાને હરાજી પહેલા જ પ્રી-ડ્રાફ્ટ કરવામાં આવી છે. મહિલા બિગ બેશ લીગમાં આ તેમની ચોથી ટીમ હશે. અગાઉ તે બ્રિસ્બેન હીટ, હોબાર્ટ હરિકેન્સ અને સિડની થંડર સાથે રમી ચૂકી છે.
ઓસ્ટ્રેલિયામાં રમવા માટે ઉત્સુક
સ્મૃતિ મંધાનાએ કહ્યું કે હું હંમેશા ઓસ્ટ્રેલિયામાં રમવા માટે ઉત્સુક છું અને સ્ટ્રાઈકર્સ જેવી મહાન ટીમમાં યોગદાન આપવાની તકને લઈને ઉત્સાહિત છું. હું લ્યુક સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે ઉત્સાહિત છું. અમારા ભૂતકાળના અનુભવો એકસાથે ખૂબ જ સારા રહ્યા છે. હું તેને આગળ વધારવા માટે આતુર છું.
Welcome to the Strikers @mandhana_smriti!
The Indian superstar is joining us for #WBBL10! 🌟
Read more: https://t.co/aOZC8Lf6b1#ourcityourteam #smritimandhana pic.twitter.com/t9WdQJ4vU6— Adelaide Strikers (@StrikersBBL) August 26, 2024
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત
આટલા રન બનાવ્યા હતા
સ્મૃતિ મંધાના તેની શાનદાર બેટિંગ માટે ઓળખાય છે. કોઈપણ બોલિંગ આક્રમણને નષ્ટ કરી શકે છે. WBBLમાં થન્ડર માટે તેની 2021 સીઝન દરમિયાન, તેણે મેલબોર્ન રેનેગેડ્સ સામે 64 બોલમાં અણનમ 114 રન બનાવ્યા છે. જે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સંયુક્ત-દ્વિતીય સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે. મંધાનાએ વિમેન્સ બિગ બેશ લીગમાં રમતા અત્યાર સુધીમાં કુલ 784 રન બનાવ્યા છે. એડિલેડ સ્ટ્રાઈકર્સે આઠમી સિઝનની ફાઇનલમાં સિડની સિક્સર્સને 10 રનથી હરાવ્યું હતું.