September 21, 2024

જૂનાગઢમાં સાર્વત્રિક વરસાદ, ફરવાલાયક સ્થળો પર પ્રવેશબંધી

Junagadh: ગુજરાતમાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટમોડ પર છે. ત્યારે જુનાગઢમાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદને લઈને ઉત્તર ગુજરાતમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તેમજ લોકોને કહેવામાં આવ્યું છે કે કામ સિવાય ઘરની બહાર ન નીકળવું.

જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગત રાત્રીથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં એક થી પોણા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તમને જણાવી દઈએ કે સૌથી વધુ વિસાવદર તાલુકામાં પોણા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે લોકોને બીનજરૂરી ઘરની બહાર ન નીકળવા તંત્રએ અપીલ કરી છે.

આ પણ વાંચો: રાજકોટમાં ભારે વરસાદથી જળબંબાકાર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

તેમજ ભારે વરસાદને કારણે ફરવાલાયક સ્થળોએ પ્રવાસીઓ પર પ્રવેશબંધી કરવામાં આવી છે. વિલિંગ્ડન ડેમ, જટાશંકર, દામોદર કુંડ, નારાયણ ધરો સ્થળો પર પ્રવેશબંધી કરવામાં આવી છે..