વહેલી સવારથી રાજ્યભરમાં વરસાદી માહોલ, હવમાન વિભાગે આ વિસ્તારોમાં આપ્યું રેડ એલર્ટ
Heavy Rain In Gujarat: વહેલી સવારથી મેઘરાજાએ પધરામણી કરી છે. રાજ્યભરમાં વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. તમને જણાવી દઈએ કે રાજ્યના 64 તાલુકામાં 4 ઈંચ થી લઇને 1 ઈંચ સુધી વરસાદ પડ્યો છે. ત્યારે ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત પૂર્વીય ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ જોવા મળ્યો.
મળતી માહિતી અનુસાર રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે બનાસકાંઠાના વડગામ ખાતે 4 ઈંચ કરતા વધુ વરસાદ છે તો ખેડાના નડિયાદ ખાતે 4 ઈંચ સુધી વરસાદ જોવા મળ્યો છે. જ્યારે અરવલ્લીના મઘેરજમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. તો અમરેલીના બગસરા ખાતે 4 ઇંચની આસપાસ વરસાદ છે. ગાંધીનગરના દેહગામ ખાતે પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. ખેડાના મહુધા ખાતે પણ પોણા ચાર ઈંચ જેટલો વરસાદ છે.
ત્યારે હવામાન વિભાગે વલસાડ,દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપ્યું છે. દક્ષિણ ગુજરાત અને અમરેલી સહિત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટના અમરેલી,ભાવનગર,ભરુચ,નર્મદા,સુરત,તાપી,નવસારી,ડાંગ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી હળવાથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના ગબ્બરે ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, Video શેર કરી કહી આ વાત
રાજ્યના વિવિધ તાલુકામાં મેઘ મહેર જોવા મળી છે. ત્યારે પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. નોંધનીય છે કે, પાલનપુરના કીર્તિ સ્તંભ વિસ્તારમાં જાહેર રોડ પર ભરાયા વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ પરથી સામાન્ય વરસાદના જ પાલિકાની પ્રીમોનસૂન પ્લાનની પોલ ખુલ્લી ગઈ છે. વરસાદી પાણી ભરાઈ જતા અનેક રસ્તાઓ બંધ કરતા રાહદારીઓને પણ હાલાકી પડી રહી છે.