અસલી કુશ્તી છોડી હવે ‘રાજકીય દંગલ’માં એન્ટ્રી? વિનેશ ફોગાટ ફોર્મ ભરે એવા એંધાણ નક્કી
Vinesh Phogat Politics: વિનેશ ફોગાટ છેલ્લા બે અઠવાડિયાથી ચર્ચામાં જોવા મળી રહી છે. CASએ તેમને સિલ્વર મેડલ આપવાની અરજીને ફગાવી દીધી છે. આ દરમિયાન તેમને રાજ્યસભાની બેઠક આપવાની માંગ કરવામાં આવી હતી. જોકે ઘણા અહેવાલમાં એવું સામે આવ્યું છે કે રાજ્યસભાની કોઈ બેઠક નથી પરંતુ વિનેશે રાજકારણમાં એન્ટ્રી લેવાના સમાચાર સાચા સાબિત થઈ શકે છે.
રાજકારણમાં ડેબ્યૂ
વિનેશ હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાંથી આવે છે. તમને જણાવી દઈએ કે હરિયાણામાં 1 ઓક્ટોબર 2024ના રોજ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એક મીડિયામાં આપેલી માહિતી પ્રમાણે તે આગામી ચૂંટણી લડી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘણા પક્ષો તેમને પોતાની સાથે સામેલ કરવા માટે જોરદાર પ્રયાસો કરી રહ્યા છે. હવે તે જોડાશે કે નહીં તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. હાલ તો વિનેશ રાજકારણમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે.
આ પણ વાંચો: બજરંગ પુનિયાએ કર્યું ત્રિરંગાનું અપમાન, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ
નેતાઓએ કર્યું સ્વાગત
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિનેશ ફોગાટનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. કોંગ્રેસના જાણીતા નેતા દીપેન્દ્ર હુડ્ડાએ વિનેશનું તેના ગામમાં હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. વિનેશ જ્યારે એરપોર્ટ પર ઉતરી તે સમયે દીપેન્દ્ર હુડ્ડા તેના સ્વાગત માટે હાજર હતા. વિનેશ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી. વિનેશના પરિવાર તરફથી પણ કોઈ એવા એંધાણ જોવા મળી રહ્યા નથી કે તેઓ રાજકારણમાં જોડાશે.