December 26, 2024

સુપ્રીમ કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી, ડોક્ટરોની સલામતી માટે પ્લાન આપશે

નવી દિલ્હીઃ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. સર્વોચ્ચ અદાલતે જુનિયર ડૉક્ટરની બળાત્કાર અને હત્યા અને હોસ્પિટલમાં તોડફોડના મામલામાં સુઓમોટો લીધો હતો.

CJIએ કહ્યું કે, ‘મહિલાઓને સુરક્ષાથી વંચિત રાખવામાં આવી રહી છે. અમે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી રહ્યા છીએ. આ ટાસ્ક ફોર્સ દેશભરના ડોક્ટરોની સુરક્નો પ્લાન આપશે.’ આ ઉપરાંત બેંચે સીબીઆઈને ગુરુવાર એટલે કે 22 ઓગસ્ટ સુધીમાં કેસનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘અમે જાણીએ છીએ કે તમામ ઈન્ટર્ન, રેસિડેન્ટ ડોકટરો અને સૌથી મહત્વના મહિલા ડોકટરો (આરજી કર હોસ્પિટલ) ત્યાં કામ કરે છે. મોટાભાગના યુવા તબીબો 36 કલાક કામ કરી રહ્યા છે. સલામત કાર્યકારી પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરવા માટે આપણે રાષ્ટ્રીય પ્રોટોકોલ બનાવવો પડશે.’

નેશનલ ટાસ્ક ફોર્સ

  • ડૉ.આરકે સરિયન, સર્જન વાઇસ એડમિરલ
  • ડૉ રેડ્ડી, એશિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ગેસ્ટ્રોલોજીના મેનેજિંગ ડિરેક્ટર
  • ડૉ. એમ શ્રીનિવાસ, ડાયરેક્ટર AIIMS, દિલ્હી
  • ડૉ. પ્રતિમા મૂર્તિ, NIMHANS, બેંગલુરુ
  • ડૉ. પુરી, AIIMS, જોધપુરના ડાયરેક્ટર
  • ડો. રાવત, ગંગારામ હોસ્પિટલના મેનેજીંગ મેમ્બર
  • ડૉ. અનિતા સક્સેના, પંડિત બી.ડી.શર્મા કોલેજના વાઇસ ચાન્સેલર
  • ભારત સરકારના કેબિનેટ સચિવ
  • ભારત સરકારના ગૃહ સચિવ
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ
  • નેશનલ મેડિકલ કમિશનના અધ્યક્ષ
  • નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનર્સના અધ્યક્ષ