December 22, 2024

વિનેશ ફોગાટની તબિયત ફરી બગડી, વીડિયો આવ્યો સામે

Vinesh Phogat Fell Ill And Fainted: વિનેશ પેરિસથી ઘરે પરત ફરી છે. ભારત પહોંચતા જ વિનેશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી એરપોર્ટથી લઈને ગામ પહોંચતા સુધી ચાહકોએ વિનેશને ભરપૂર પ્રેમ આપ્યો હતો. ગામમાં પહોંચ્યા પછી પણ વિનેશને માન આપવામાં આવ્યું હતું, આ સમય દરમિયાન પણ વિનેશની તબિયત બગડી હતી અને તે બેભાન થઈ ગઈ હતી. જેનો વીડિયો સામે આવ્યો છે.

વિનેશનો વીડિયો આવ્યો સામે
વિનેશના બેહોશ થવાનો વીડિયો સામે આવ્યો છે. વિનેશને તેના ગામ બલાલી, હરિયાણામાં સન્માનિત કરવામાં આવી હતી. વિનેશને ગામમાં તેના સમર્થકો અને પંચાયતના સભ્યો દ્વારા સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવી હતી. આ વિધિ દરમિયાન વિનેશ બેહોશ થઈ ગઈ હતી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે સન્માન સમારોહ દરમિયાન વિનેશ બેહોશ થઈ ગઈ છે. તેની પાસે કુસ્તીબાજ બજરંગ પુનિયા પણ જોવા મળી રહ્યા છે. વિનેશને બેભાન થતાની સાથે આસપાસના લોકો ચિંતામાં જોવા મળે છે. આ વીડિયોને nnis Sports દ્વારા X દ્વારા શેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: જો KKR રિટેન નહીં કરે તો રિંકુ સિંહ કઈ ટીમ માટે રમવા માગશે?

દિલ્હી એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત
ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધા બાદ આજે દેશમાં પરત ફર્યા છે. દિલ્હી એરપોર્ટની બહાર ચાહકોએ તેનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે. વિનેશ કહ્યું કે, તમામ દેશવાસીઓનો આભાર માનું છું. અને મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. દિલ્હી એરપોર્ટની બહાર વિનેશ ફોગાટનું સ્વાગત કરવા માટે બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને અન્ય ઘણા કુસ્તીબાજો આવ્યા હતા.