જેમને મેડલ જોઈએ છે તે 15 રૂપિયામાં ખરીદી લો!
Bajrang Punia: પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ માટે ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટની અપીલ ફગાવી દેવામાં આવી છે. થોડું વધારે વજન હોવાને કારણે વિનેશ 50 કિલો ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલ મેચમાંથી બહાર થઈ ગઈ હતી. કુસ્તીબાજએ સમાન શ્રેણીમાં સંયુક્ત સિલ્વર મેડલ માટે CASને અપીલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર કુસ્તીબાજ બજરંગ પુનિયાએ વિનેશ ફોગાટના સમર્થનમાં ટ્વિટ કર્યું છે. પુનિયાએ સોશિયલ મીડિયા પર CASના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે.
બજરંગ પુનિયાએ સોશિયલ મીડિયા શું લખ્યું
બજરંગ પુનિયાએ સોશિયલ મીડિયા પર કહ્યું, ‘હું માનું છું કે આ અંધકારમાં તમારો મેડલ છીનવાઈ ગયો, આજે તમે આખી દુનિયામાં હીરાની જેમ ચમકી રહ્યા છો. વર્લ્ડ ચેમ્પિયન, તમે વિનેશ ફોગટ દેશના કોહિનૂર છો. જેમને મેડલ જોઈએ છે તેઓ ₹15માં ખરીદી શકે છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પીટી ઉષાએ એક નિવેદનમાં નિરાશા વ્યક્ત કરી હતી. આ સાથે પીટી ઉષાએ (UWW) ના અમાનવીય નિયમોની પણ ટીકા કરી હતી.
આ પણ વાંચો: અંગ્રેજો સામે અવાજ ઉઠાવનાર પ્રથમ ક્રાંતિકારી મહિલાની હિંમતની ગાથા
વિનેશ ફોગાટ શનિવારે ભારત પરત ફરશે
કહેવામાં આવી રહ્યું છે કે વિનેશ હવે શનિવારે પેરિસથી ઈન્ડિયા આવશે. વિનેશની અપીલનો અસ્વીકાર કરવાનો અર્થ એ છે કે પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મેડલ ટેલીમાં છ મેડલ જ હશે. જેમાં 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. જો વિનેશની અપીલ સ્વીકારવામાં આવત તો 1 સિલ્વર મેડલ વધી જાત અને મેડલની સંખ્યા 7 થઈ જાત. જે ગયા વર્ષની બરાબરી સમાન થાત. પરંતુ હવે એ આશા પર પાણી ફરી વળ્યું છે.