January 7, 2025

LRDમાં ગેરરીતિ આચારનાર ઉમેદવારો સામે સરકારની કાર્યવાહી, 3 વર્ષ માટે ગેરલાયક

ગાંધીનગર: ગુજરાત સરકાર છેલ્લા કેટલાય સમયથી સરકારી નોકરીઓમાં ભરતી પ્રક્રિયાને લઈને સવાલોના ઘેરામાં રહેતી હોય છે. તેમજ અવારનવાર જુદી જુદી ભારતીય પ્રક્રિયાઓમાં ગેરરીતિ આચારવી અને પેપરો ફોડવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ હતી. જેમાં આરોપીઓ સામે કાર્યવાહીને લઈને પણ સરકાર સામે સવાલો ઊભા થયા હતા. આવી જ એક ભરતી પ્રક્રિયા LRD ભરતી 2021માં ગેરરીતિ આચરવામાં આવી હતી. જેમાં ગેરરીતિઓ આચારનાર ઉમેદવારો સામે હવે સરકારે શિક્ષાત્મક પગલાં લીધા છે.

લોકરક્ષક દળ ભરતી 2021માં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ આચરવામાં આવી હતી. જેને લઈને મોટો વિવાદ પણ થયો હતો. હવે આ ગેરરીતિઓને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. લોકરક્ષક ભરતી 2021ની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ કરનાર 37 ઉમેદવારોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિઓ આચારનાર 37 ઉમેદવારોને આગામી 3 વર્ષ માટે તમામ સરકારી ભરતી પ્રક્રિયાઓમાં ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા આ મામલે નિર્ણય કરવામાં આવ્યો. સરકારના નિર્ણયની જાહેરાતને લઈને ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલ દ્વારા X પર પોસ્ટ કરી જાહેરાત કરવામાં આવી હતી.