અભિનવ બિન્દ્રાને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા
Abhinav Bindra: અભિનવ બિન્દ્રાને પેરિસમાં પ્રતિષ્ઠિત ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ ઓલિમ્પિયન બિન્દ્રા આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર બીજા ભારતીય સેલિબ્રિટી છે. તેમના પહેલા દેશના પ્રથમ અને એકમાત્ર મહિલા વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને વર્ષ 1983માં ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરાયા હતા.
ઓલિમ્પિક ઓર્ડરથી નવાજવામાં આવ્યા
ભારતીય શૂટર અને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર અભિનવ બિન્દ્રાને પેરિસમાં પ્રતિષ્ઠિત ઓલિમ્પિક ઓર્ડરથી નવાજવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના 142મા સત્રમાં બિન્દ્રાનું સન્માન કરવામાં આવ્યું હતું. ઓલિમ્પિક ઓર્ડર આઇઓસી દ્વારા આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. ઓલિમ્પિક ગેમ્સમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને આ એવોર્ડ આપવામાં આવે છે.
આ પણ વાંચો: શું પીઆર શ્રીજેશ જુનિયર હોકી ટીમના કોચનું પદ સંભાળશે?
બિન્દ્રાએ 2008માં ગોલ્ડ જીત્યો હતો
41 વર્ષીય અભિનવ બિન્દ્રાએ 2008 બેઇજિંગ ગેમ્સમાં પુરુષોની 10 મીટર એર રાઇફલ સ્પર્ધા જીતીને ભારતનો પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે વર્ષ 2010 થી વર્ષ 2020 સુધી ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) ની એથ્લેટ્સ કમિટીના સભ્ય હતા. વર્ષ 2014 થી તેના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા હતા. તેઓ 2018 થી IOC એથ્લેટ્સ કમિશનના સભ્ય છે.
ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડ શું છે?
વર્ષ 1975 માં સ્થપાયેલ ઓલિમ્પિક ઓર્ડર, ઓલિમ્પિક ચળવળનો સર્વોચ્ચ એવોર્ડ છે. જે ઓલિમ્પિક ક્ષણમાં વિશેષ યોગદાન માટે અપાય છે. આ પહેલા આ એવોર્ડ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝમાં આપવામાં આવતો હતો. ત્યારબાદ નિર્ણય લેવાયો કે ગોલ્ડ કેટેગરીમાં રાજ્યોના વડાઓ અને વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓને આપાશે. પરંપરાગત રીતે, IOC દરેક ઓલિમ્પિક રમતોના સમાપન સમારોહમાં મુખ્ય રાષ્ટ્રીય આયોજકોને ઓલિમ્પિક ઓર્ડર આપે છે.