November 10, 2024

Elon Musk Xને ‘એવરીથિંગ એપ’ બનાવવામાં વ્યસ્ત, આવશે હવે આ નવું ફીચર

Elon Musk: જો તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એપ Xનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર આવી રહ્યા છે. જ્યારથી એલોન મસ્ક X ની કમાન સંભાળી છે, ત્યારથી તે સતત તેમાં નવી સુવિધાઓ અને અપડેટ મળી રહ્યા છે. હવે થોડા જ સમયમાં કંપની તેમાં પેમેન્ટ સર્વિસ પણ લોન્ચ કરી શકે છે.

યુઝર્સના તમામ કામ આ પ્લેટફોર્મ પરથી
જ્યારથી એલન મસ્કએ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X એટલે કે ટ્વિટરની કમાન સંભાળી છે, ત્યારથી X હમેંશા કોઈ ને કોઈ કારણથી ચર્ચામાં રહે છે. એલન મસ્ક સતત તેમાં એવા ફેરફારો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જેથી તે એક પરફેક્ટ એપ બની શકે. એલન મસ્કનો ખાસ પ્રયાસ એ છે કે યુઝર્સને તમામ માહિતી આ એપરથી જ મળી રહે, આ સાથે કોઈ પણ કાર્ય માટે માત્ર Xનો ઉપયોગ કરવામાં આવે. એક્સના આગામી ફીચરને લઈને મોટી માહિતી સામે આવી છે.

સંશોધકે વિગતો શેર કરી
હાલમાં એક રિપોર્ટ સામે આવ્યો છે, તેમાં આપેલી માહિતી પ્રમાણે Elon Musk’s X પર પેમેન્ટની સુવિધા મળી શકે છે. આ પછી, વિશ્વભરના કરોડો વપરાશકર્તાઓને ઓનલાઈન પેમેન્ટ માટે એક નવું પ્લેટફોર્મ મળશે. આ ફીચરની મદદથી X યુઝર્સ કોઈપણને પૈસા ટ્રાન્સફર કરી શકશે, તેમનું બેલેન્સ ચેક કરી શકશે અને એકાઉન્ટનો ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી પણ ચેક કરી શકશે. હાલમાં, X પર આવનારી ચુકવણી સેવા વૉલેટ આધારિત હશે કે બેંક આધારિત હશે તેની પુષ્ટિ હાલ કરવામાં આવી નથી.