ભરૂચની ફાર્મા કંપનીમાં ATSના દરોડા મામલે વધુ ત્રણ આરોપીની ધરપકડ
અમદાવાદઃ ભરૂચના દહેજમાં ATS દ્વારા ફાર્મા કંપનીમાં દરોડા મામલે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કેવલ ગોંડલીયા, આનંદ પટેલ અને અંકિત પટેલની ધરપકડ કરવામાં આવી છે. ત્રણ દિવસ પૂર્વે ATS દ્વારા દરોડો પાડી 31.02 કરોડની કિંમતનું ટ્રેમાડોલ ટેબ્લેટ બનાવવાનું લિકવિડ ઝડપી પાડ્યું હતું.
સતત પાંચ દિવસથી કાર્યવાહી ચાલુ
ગુજરાત ATSના ડ્રગ્સને લઈને દરોડા ચાલુ જ છે. ત્યારે ભરૂચના દહેજમાં આવેલી ફેકટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં પણ પાડવામાં આવ્યા હતા દરોડા અને મોટી માત્રામાં ડ્રગ્સ-ટ્રામાડોલ મેડિસિન મળી આવ્યું હતું. આ ઉપરાંત કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ સાથે ટ્રામાડોલ ટેલબેટનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. છેલ્લા 5 દિવસથી દરોડાની કાર્યવાહી ચાલી રહી હતી. આ સાથે ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.